Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇમરાન ખાનના દીકરાઓ સાથેના ઇન્ટરવ્યુને કારણે પાકિસ્તાને લૉર્ડ્‍સ ટેસ્ટ દરમ્યાન ન રમવાનું વિચાર્યું હતું

ઇમરાન ખાનના દીકરાઓ સાથેના ઇન્ટરવ્યુને કારણે પાકિસ્તાને લૉર્ડ્‍સ ટેસ્ટ દરમ્યાન ન રમવાનું વિચાર્યું હતું

Published : 29 August, 2026 07:49 PM | Modified : 29 August, 2026 07:51 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇમરાન ખાનના દીકરાઓ સાથેના ઇન્ટરવ્યુને કારણે પાકિસ્તાને લૉર્ડ્‍સ ટેસ્ટ દરમ્યાન ન રમવાનું વિચાર્યું હતું, સ્કાય સ્પોર્ટ્‍સ નેટવર્ક દ્વારા લૉર્ડ્‍સમાં ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇમરાન ખાનના બન્ને દીકરાઓ સાથેનો ઇન્ટરવ્યુ પ્રસારિત થયા...

લૉર્ડ્‍સમાં ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇન્ટરવ્યુ આપી રહેલા ઇમરાન ખાનના બન્ને દીકરાઓ સુલેમાન અને કાસિમ ખાન.

લૉર્ડ્‍સમાં ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇન્ટરવ્યુ આપી રહેલા ઇમરાન ખાનના બન્ને દીકરાઓ સુલેમાન અને કાસિમ ખાન.


સ્કાય સ્પોર્ટ્‍સ નેટવર્ક દ્વારા લૉર્ડ્‍સમાં ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇમરાન ખાનના બન્ને દીકરાઓ સાથેનો ઇન્ટરવ્યુ પ્રસારિત થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફરિયાદ નોંધાવી હતી. ઇન્ટરવ્યુમાં સુલેમાન અને કાસિમ ખાને તેમના જેલમાં બંધ પપ્પાના સ્વાસ્થ્ય અને સલામતી વિશે વાત કરી હતી. અહેવાલ અનુસાર ઇન્ટરવ્યુ પ્રસારિત થયા પછી બોર્ડે લંચ-બ્રેક પછી પાકિસ્તાની ખેલાડીઓને મેદાનમાં પાછા ન મોકલવાનું પણ વિચાર્યું હતું. જોકે પછીથી આયોજકો અને બ્રૉડકાસ્ટર્સે ખેલાડીઓને મનાવી લીધા હતા. 

ઇમરાન ખાનને બચાવવા માટેની અપીલમાં પૅટ કમિન્સ ૨૩ કૅપ્ટનો સાથે જોડાયો
ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન પૅટ કમિન્સ ૨૩ ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ કૅપ્ટનનોની અપીલમાં જોડાયો છે જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને જેલમાં બંધ ઇમરાન ખાન માટે યોગ્ય તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. 
પૅટ કમિન્સે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘મને આશા છે કે કોર્ટે તબીબી મૂલ્યાંકનને એના માર્ગે ચાલવા દેવાનો આદેશ આપ્યો છે અને પરિવારની ઇમરાન ખાન સાથેની મુલાકાતો ચાલુ રહે. મને આશા છે કે ઇમરાન ખાન સાથે એ ગૌરવ સાથે વ્યવહાર કરવામાં આવશે જેને માટે દરેક વ્યક્તિ લાયક છે.’



લૉર્ડ્‍સ ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાનની ખરાબ શરૂઆત 
પાકિસ્તાન સામેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં યજમાન ઇંગ્લૅન્ડે ૧-૦થી આગળ છે. ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગ્સમાં ૬૬.૪ ઓવરમાં ૨૯૦-૧૦નો સ્કોર કર્યો હતો. જૉર્ડન કૉક્સે ૧૦૫ બૉલમાં પંચાવન રન અને જેમી સ્મિથે ૮૦ બૉલમાં ૬૧ રન કર્યા હતા. પાકિસ્તાનના મીડિયમ ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસે ચાર વિકેટ અને મોહમ્મદ અલીએ ત્રણ વિકેટ લીધી હતી. ગઈ કાલે બીજા દિવસની રમતમાં વરસાદના વિઘ્ન પહેલાં પાકિસ્તાને ૨૮ ઓવરમાં ૮૧ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ફાસ્ટ બોલર જૉશ ટન્ગે બે વિકેટ જ્યારે ઑલી રૉબિન્સન અને જોફ્રા આર્ચરે ૧-૧ વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 07:51 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK