ભારતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનાર આ યુવકને પોલીસે તપાસ દરમ્યાન બરાબરનો મેથીપાક ચખાડ્યો હોય એવું લાગી રહ્યું છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ રમવા આવેલી બે ઑસ્ટ્રેલિયન ક્રિકેટરની છેડતી કરનાર આરોપી અકીલ ખાનની પોલીસે જબરી સરભરા કરી છે. ઇન્દોર પોલીસે ગઈ કાલે મીડિયા સમક્ષ તેને હાજર કરતાં તેનો ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો. ૨૮ વર્ષના આ આરોપીના પગ અને હાથના ભાગે પ્લાસ્ટર હતું જેને કારણે તેને પોલીસ-સ્ટેશનમાં ચાલવામાં તકલીફ થઈ રહી હતી. ભારતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનાર આ યુવકને પોલીસે તપાસ દરમ્યાન બરાબરનો મેથીપાક ચખાડ્યો હોય એવું લાગી રહ્યું છે.
ઇન્દોરમાં ઑસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરોની છેડતી થઈ
ADVERTISEMENT
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025 દરમ્યાન યજમાન ભારતમાં એક શરમજનક ઘટના બની છે. ઇન્દોરમાં મૅચ રમવા આવેલી બે ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોનો પીછો કરીને છેડતી કરવાની ચોંકાવનારી ઘટના બની છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ બોર્ડે આ ઘટનાની નિંદા કરી છે. જેની ધરપકડ કરવામાં આવી છે એ આરોપી અકીલ ખાન સામે અગાઉ પણ ગુનાહિત કેસ નોંધાયા છે. જોકે બન્ને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સનાં નામ ગુપ્ત રાખવામાં આવ્યાં છે.
શું બન્યું?
ગુરુવારે બે ઑસ્ટ્રેલિયન પ્લેયર હોટેલ છોડીને શહેરના એક કૅફે તરફ જઈ રહી હતી ત્યારે મોટરસાઇકલ પર સવાર આરોપીએ તેમનો પીછો કર્યો હતો.
બન્ને ક્રિકેટર્સે જણાવ્યું હતું કે એ વ્યક્તિએ અમારામાંથી એકને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને પછી નાસી ગયો હતો. બન્નેએ ટીમના સુરક્ષા-અધિકારીને આ ઘટનાની જાણ કરી હતી.
ઑસ્ટ્રેલિયન ટીમના સુરક્ષા-અધિકારીના સંકલનથી સ્થાનિક સુરક્ષા-ટીમ બન્ને ક્રિકેટરની મદદ માટે ખજરાણા રોડ વિસ્તારમાં પહોંચી ગઈ હતી.
માહિતી મળતાં સહાયક પોલીસ-કમિશનર હિમાની મિશ્રાએ બન્ને પ્લેયર્સને મળીને તેમનાં નિવેદન નોંધ્યાં હતાં.
એક રાહદારીએ શંકાસ્પદ વ્યક્તિની મોટરસાઇકલની નંબર-પ્લેટ નોંધી હતી એના આધારે અકીલ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.


