Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૧૦ કિલો વજન વધવાની અફવા પર પ્રભસિમરન સિંહનો જડબાતોડ જવાબ

૧૦ કિલો વજન વધવાની અફવા પર પ્રભસિમરન સિંહનો જડબાતોડ જવાબ

Published : 14 May, 2026 02:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ કિંગ્સના વિકેટકીપર-બૅટરે સોશ્યલ મીડિયા પર પોતાના શર્ટ અને પૅન્ટ વગરના ફોટો સાથે ઇમોજી દ્વારા ટીકાકારોને ચૂપ રહેવા કહ્યું

પ્રભસિમરને ૧૧ મૅચમાં ચાર હાફસેન્ચુરી સાથે કુલ ૩૮૨ રન બનાવ્યા છે.

પ્રભસિમરને ૧૧ મૅચમાં ચાર હાફસેન્ચુરી સાથે કુલ ૩૮૨ રન બનાવ્યા છે.


આ સીઝનમાં પંજાબ કિંગ્સે પ્રથમ ૭ મૅચ હાર્યા વગર શાનદાર શરૂઆત કરી હતી, પણ પછી ૪માં મળેલા પરાજયને પગલે ટીમની ટીકાઓ થવા લાગી છે. ટીમની ચોથી હાર બાદ એવી ચર્ચાઓ થવા લાગી છે કે ખેલાડીઓ ઓવર-કૉન્ફિડન્સમાં આવી ગયા છે અને મોડી રાત સુધી ક્લબમાં ગેમ રમ્યા કરે છે અને ટ્રેઇનિંગ-સેશનમાં પણ હાજરી નથી આપતા આને લીધે ખેલાડીઓ ફિટનેસ-લેવલ જાળવી નથી શકતા અને પરિણામે ટીમ એક પછી એક મૅચ હારી રહી છે. પંજાબે નબળી ફીલ્ડિંગને લીધે જ અમુક મૅચ ગુમાવી છે. એક અહેવાલમાં ટીમના ધાકડ ઓપનર પ્રભસિમરન સિંહને ટાર્ગેટ કરતાં લખવામાં આવ્યું હતું કે તે ફિટનેસ પર ધ્યાન નથી આપી રહ્યો અને તેનું ૭ દિવસમાં ૧૦ કિલો વજન વધી ગયું છે. જોકે વળતો પ્રહાર ન કરે એ પંજાબી નહીં. પ્રભસિમરને ધરમશાલામાં એક સુંદર ઝરણા પાસે શર્ટ અને પૅન્ટ વગર તેની હૃષ્ટપુષ્ટ બૉડી દર્શાવતા ફોટો સાથે ચૂપ રહેવાની ઇમોજી સોશ્યલ મીડિયામાં શૅર કરીને ટીકાકારોને જવાબ આપી દીધો હતો. પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીતિ ઝિન્ટાએ પણ આ બધા અહેવાલોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK