Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકાના વરસાદે T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ચિંતા વધારી

શ્રીલંકાના વરસાદે T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ચિંતા વધારી

Published : 01 February, 2026 09:35 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદથી પ્રભાવિત પહેલી T20 મૅચ ઇંગ્લૅન્ડે ૧૧ રનથી જીતી

મૅચની શરૂઆતમાં વરસાદને કારણે ૧૭-૧૭ ઓવરની રમત રમવાનો નિર્ણય થયો

મૅચની શરૂઆતમાં વરસાદને કારણે ૧૭-૧૭ ઓવરની રમત રમવાનો નિર્ણય થયો


શુક્રવારે યજમાન શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૩ T20 મૅચની સિરીઝ શરૂ થઈ હતી. મૅચની શરૂઆતમાં વરસાદને કારણે ૧૭-૧૭ ઓવરની રમત રમવાનો નિર્ણય થયો. શ્રીલંકાની ટીમ સૅમ કરૅનની હૅટ-ટ્રિક અને આદિલ રશીદની ૩ વિકેટને કારણે ૧૬.૨ ઓવરમાં ૧૩૩ રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડે જ્યારે ૧૫ ઓવરમાં ૧૨૫-૪નો સ્કોર કર્યો ત્યારે વરસાદનું વિઘ્ન ફરી નડ્યું અને રમત શરૂ ન થઈ. અંતે અંગ્રેજ ટીમ DLS મેથડથી ૧૧ રને વિજેતા જાહેર થઈ હતી.



T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને હવે ૬ દિવસ બાકી છે ત્યારે શ્રીલંકાના વરસાદે ક્રિકેટ-ફૅન્સની ચિંતા વધારી છે. વરસાદને કારણે સહ-યજમાન શ્રીલંકામાં આયોજિત મૅચ પ્રભાવિત થઈ શકે છે.


ગયા વર્ષ વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ સમયે પણ શ્રીલંકામાં રમાયેલી મોટા ભાગની મૅચમાં વરસાદની અસર જોવા મળી હતી. આગામી વર્લ્ડ કપની ૨૦ જેટલી મૅચ શ્રીલંકામાં રમાવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 09:35 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK