ચોથી સીઝનના ઑક્શન માટે પ્લેયર્સના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૧૦ સપ્ટેમ્બર છે અને ૩૦ સપ્ટેમ્બરે દુબઈમાં ઑક્શન યોજાશે.
રવિચન્દ્રન અશ્વિન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ લેનારા રવિચન્દ્રન અશ્વિને ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)ના ઑક્શનમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ચોથી સીઝનના ઑક્શન માટે પ્લેયર્સના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૧૦ સપ્ટેમ્બર છે અને ૩૦ સપ્ટેમ્બરે દુબઈમાં ઑક્શન યોજાશે.
અશ્વિને એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી છે કે મેં ILT20 હરાજી માટે મારું નામ મોકલ્યું છે, આશા છે કે મને ખરીદનાર મળશે. જો અશ્વિનને ઑક્શનમાં કોઈ ટીમ ખરીદશે તો તે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની લીગમાં રમનાર ભારતીય ક્રિકેટનું સૌથી મોટું નામ બની જશે. આ પહેલાં રૉબિન ઉથપ્પા, યુસુફ પઠાણ અને અંબાતી રાયુડુ આ લીગમાં રમી ચૂક્યા છે.

