ભારતીય ટીમ માટે એક દુઃખના સમાચાર છે કારણકે રિષભ પંત, ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઇન્જર્ડ થયો છે. MRI રિપૉર્ટ પ્રમાણે, તેને ટો ફ્રેક્ચર થયું છે અને તે આગામી છ અઠવાડિયા સુધી ક્રિકેટ નહીં રમી શકે. તેમ છતાં તે આજે ગ્રાઉન્ડ પર રમવા આવ્યો છે.
ઋષભ પંત (તસવીર સૌજન્ય મિડ-ડે)
ભારતીય ટીમ માટે એક દુઃખના સમાચાર છે કારણકે ઋષભ પંત, ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઇન્જર્ડ થયો છે. MRI રિપૉર્ટ પ્રમાણે, તેને ટો ફ્રેક્ચર થયું છે અને તે આગામી છ અઠવાડિયા સુધી ક્રિકેટ નહીં રમી શકે.
ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઇજાગ્રસ્ત થનાર ઋષભ પંતનો એમઆરઆઇ રિપૉર્ટ આવી ગયો છે. રિપૉર્ટ પ્રમાણે ઋષભ પંતને ટો ફ્રેક્ચર થયું છે. તે આગામી 6 અઠવાડિયા સુધી ક્રિકેટ નહીં રમી શકે. ભારતની પહેલી ઇનિંગની 68મી ઓવર દરમિયાન ક્રિસ વોક્સનો બૉલ પંતના પગ પર વાગ્યો હતો. તે રિવર્સ સ્વીપ રમવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ટાઈમિંગની ચૂક થઈ. બૉલ વાગતાં જ પંત પીડાથી કણસવા માંડ્યો. ભારતીય સપૉર્ટિંગ સ્ટાફ દોડીને તરત મેદાને પહોંચ્યું અને મદદ કરીને ગોલ્ફ કૉર્ટ પર બેસાડીને તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો.
ADVERTISEMENT
એક ન્યૂઝ વેબસાઈટના રિપૉર્ટ્સ પ્રમાણે - સ્કૅન રિપોર્ટમાં ફ્રેક્ચર જોવા મળ્યું છે. તે છ અઠવાડિયાથી મેદાનની બહાર છે. મેડિકલ ટીમ એ જોવાનો પ્રયાસ કરી રહી છે કે પેઇનકિલર્સ લીધા પછી તે બેટિંગમાં પાછો આવી શકે છે કે નહીં. જોકે, તેને હજુ પણ ચાલવા માટે ટેકાની જરૂર છે અને તેની બૅટિંગની શક્યતા ખૂબ ઓછી લાગે છે. તમને જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત થયા પહેલા પંતે 48 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા હતા.
ઋષભ પંતની ઈજા ભારત માટે મોટો આંચકો છે કારણ કે...
ઋષભ પંતને T20 શૈલીમાં ટેસ્ટ રમવાનું પણ ગમે છે. ઓછા બૉલમાં વધુ રન બનાવવા અને વિરોધી બૉલરો પર પ્રભુત્વ મેળવવું એ તેની USP છે. આ જ કારણ છે કે વિરોધી ટીમ તેનાથી ડરે છે. બીજા છેડે બેટ્સમેનને પણ આનો ફાયદો મળે છે. જ્યાં સુધી તે મેદાન પર હોય છે, ત્યાં સુધી ભારતનું મનોબળ ટોચ પર હોય છે, જ્યારે વિરોધી ટીમના બૉલરોના ખભા નીચા રહે છે.
ઋષભ પંતની ટેસ્ટ કારકિર્દી
૨૭ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ભારત માટે અત્યાર સુધીમાં ૪૬ ટેસ્ટ (મૅન્ચેસ્ટર ટેસ્ટ પહેલા) રમી છે, જેમાં તેણે ૮૧ ઇનિંગ્સમાં ૪૪.૪ ની સરેરાશથી ૩૩૭૩ રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં ટેસ્ટમાં તેના બેટથી ૮ સદી અને ૧૭ અડધી સદી જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે મૅન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે, બેટિંગ કરતી વખતે ભારતીય ખેલાડી (Indian Cricket Team) ઋષભ પંત ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને રિવર્સ સ્વીપ કરવા ગયો હતો, પરંતુ બોલ તેના જમણા પગમાં વાગ્યો હતો. આ પછી ઋષભ પંત પીડામાં જોવા મળ્યો. પંત પોતાના પગ પર ઊભો રહી શકતો ન હતો. બોલ જ્યાં વાગ્યો તે જગ્યાએ સોજો આવી ગયો હતો અને લોહી પણ નીકળ્યું હતું. તેને કામચલાઉ એમ્બ્યુલન્સ દ્વારા મેદાન છોડવું પડ્યું. ભારતીય ટીમ આશા રાખશે કે પંત (Rishabh Pant injured)ની ઈજા ખૂબ ગંભીર ન હોય. આ લખાઈ રહ્યું છે ત્યારે ઋષભ પંતની ઈજા અંગે નવીનતમ અપડેટ એ છે કે, તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. પંત સ્કૅન માટે એમ્બ્યુલન્સ દ્વારા ગયો હતો.
નોંધ : આ સમાચાર સંશોધિત કરવામાં આવ્યા છે, કારણકે પહેલા એવા સમાચાર હતા કે પંત આગામી છ અઠવાડિયા માટે ક્રિકેટ નહીં રમી શકે પણ હવે ગ્રાઉન્ડ પર પોતાની બૅટથી પોતાનો જલવો દર્શાવી રહ્યો છે.

