Wife crashes into husband’s house in crane in Mira Road: એક મહિલા ક્રેનનો ઉપયોગ કરીને તેના પતિના ઘરમાં ઘૂસી ગઈ. આ સમગ્ર ઘટનાને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા થયો. મીરા રોડના `અપના ઘર`માં એક લાંબી ક્રેનની મદદથી મહિલા તેના પતિના ઘરમાં ઘૂસી ગઈ.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક મહિલા ક્રેનનો ઉપયોગ કરીને તેના પતિના ઘરમાં ઘૂસી ગઈ. આ સમગ્ર ઘટનાને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા થયો. મીરા રોડના `અપના ઘર`માં એક લાંબી ક્રેનની મદદથી મહિલા તેના પતિના ઘરમાં ઘૂસી ગઈ. જ્યારે વિવાદ વધી ગયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે મહિલા ભાગી ગઈ, પરંતુ અપના ઘરનો આ બનાવ સમગ્ર મીરા રોડમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
શું હતો આખો મામલો?
`અપના ઘર ફેઝ-2` બિલ્ડિંગમાં રહેતા લોકો ચોંકી ગયા જ્યારે એક મહિલાએ તેના પતિના ઘરમાં ક્રેન લઈને ઘૂસી ગઈ. મળતી માહિતી મુજબ, શારગુલ ખાનને બે પત્નીઓ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તે તેની પત્ની રોશની સાથે ત્રીજા માળે આવેલા ફ્લેટમાં હાજર હતો. બીજી પત્ની શીતલ ક્રેન લઈને ઘૂસી ગઈ અને રોશનીને માર માર્યો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફ્લેટ રોશનીના નામે છે. બીજી પત્ની શીતલ આ ફ્લેટ પર પોતાનો હક હોય એવો દાવો કરી રહી છે. અને આ દાવાને લઈને જ વિવાદ સર્જાયો હતો. બીજી પત્ની ફ્લેટમાં ઘૂસી ત્યારે ઘણો વિવાદ થયો હતો.
ADVERTISEMENT
બીજી પત્ની પર મારપીટનો આરોપ
પોલીસના જણાવ્યા અનુસાર, ફ્લેટની માલિકી અને કબજાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી બંને પત્નીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ગઈકાલે રાત્રે શીતલ ફ્લેટમાં પ્રવેશવા માટે ક્રેન મંગાવી અને બારીમાંથી અંદર પ્રવેશી. આરોપ છે કે પ્રવેશતાની સાથે જ તેણે રોશનીને માર માર્યો અને તેને ઘરની બહાર કાઢી મૂકી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ ચાલી રહી છે. ગુરુવારે સવારે શીતલની ધરપકડ કરવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તે ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી.
પતિ પાસેથી આ મળ્યો આઇડિયા
કાશીગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ તોગડવારના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં આરોપી મહિલા શીતલ, ક્રેન ડ્રાઇવર અને અન્ય ચાર સહાયકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવું પણ બહાર આવ્યું છે કે શીતલને ખબર હતી કે થોડા મહિના પહેલા શારગુલે એસી લગાવવા માટે ક્રેન મંગાવ્યું હતું. શીતલ તેના પતિના આઇડિયાને અપનાવીને ક્રેન દ્વારા ફ્લેટમાં પ્રવેશી હતી. મીરા રોડની સોસાયટીમાં એક પતિની બે પત્નીઓ વચ્ચેનો આ વિવાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર ઘટનાને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા થયો. ળતી માહિતી મુજબ, શારગુલ ખાનને બે પત્નીઓ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તે તેની પત્ની રોશની સાથે ત્રીજા માળે આવેલા ફ્લેટમાં હાજર હતો. બીજી પત્ની શીતલ ક્રેન લઈને ઘૂસી ગઈ અને રોશનીને માર માર્યો.

