Air India: જે મહિલાએ વિમાનમાં બાળકને જન્મ આપ્યો હતો એ મૂળ થાઇલેન્ડની હતી. આ થાઈ મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે મસ્કતથી મુંબઈ થઈને બેંગકોક જઈ રહી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
તાજેતરમાં જ એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં અસામાન્ય ઘટના બની હતી. મસ્કતથી મુંબઈ તરફ આવી રહેલી ફ્લાઈટમાં એક મહિલાને પ્રસૂતિપીડા ઊપડી હતી. અને આ મહિલાએ બાળકને જન્મ પણ આપ્યો હતો.
મહિલાને જેવી પીડા ઊપડી કે તરત જ કેબિન ક્રૂએ તાત્કાલિક મદદ કરી હતી. અને આ મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી (Air India) કરવામાં આવી હતી. જોકે વિમાનના બંને કેપ્ટન પાઈલોટએ તરત જ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને પ્રાથમિકતાના આધારે વિમાનને લેન્ડ કરવા માટે વિનંતી કરી હતી. જેવી આ ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઇ કે ત્યાં મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ હાજર થઇ ગઈ હતી. ત્યારબાદ તરત જ માતા અને નવજાતને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બંનેને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર જે મહિલાએ વિમાનમાં બાળકને જન્મ આપ્યો હતો એ મૂળ થાઇલેન્ડની હતી. આ થાઈ મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે મસ્કતથી મુંબઈ થઈને બેંગકોક જઈ રહી હતી. પરંતુ વિમાનમાં પ્રસૂતિપીડા ઊપડતા જ તેણે હવે આગળની મુસાફરી મોકૂફ રાખી હતી. કારણકે આ મહિલા અને તેના નવજાત બાળકને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે મુંબઈમાં જ રહેવું પડે એમ છે. કારણ કે, એરલાઇન્સના નિયમો પ્રમાણે નવજાત બાળકને યાત્રા માટે પરમીશન આપવામાં આવી નથી.
જોકે, નવજાત માટે પાસપોર્ટ અને આ ત્રણેય પેસેન્જર્સ ભારતીય વિઝા જેવી દસ્તાવેજીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની મુંબઈ શાખાએમાં (Air India) થાઇલેન્ડના વાણિજ્ય દૂતાવાસનો પણ કોન્ટેક્ટ કર્યો છે. આ ત્રણેય પેસેન્જર્સને સુરક્ષિત રીતે પાછા મોકલવાની પ્રક્રિયા પણ શરુ કરી દેવાઈ છે.
અહેવાલ અનુસાર ૨૯ વર્ષીય મહિલાને અચાનક પ્રસૂતિપીડા ઊપડી હતી, અને તરત જ કેબિન ક્રૂ મદદે દોડી આવી હતી. ફ્લાઈટના અન્ય પેસેન્જર્સને પણ સીટ બદલવાનું કહેવામાં આવ્યું હતું, પેસેન્જર્સ લોકોએ પણ માતા અને નવજાત બાળકની પ્રાઈવસી અને સેફ્ટીને ધ્યાનમાં રાખીને ફોન પણ દૂર રાખ્યા હતા. અને સફળતાપૂર્વક આશરે 35,000 ફુટ પર હવામાં નવજાત બાળકની કિલકારીઓ ફ્લાઈટમાં ગુંજવા લાગી હતી. સવારે 4:02 વાગ્યે વિમાન લેન્ડ થતાં જ, તબીબી ટીમ માતા અને બાળકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
આ ઘટના બાદ એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India)ના ક્રૂ દ્વારા દર્શાવવામાં આવેલી તત્પરતા, સંવેદનશીલતાના લોકો સોશિયલ મીડિયા પર ખુબ જ વખાણ કરી રહ્યાં છે. એરલાઇને ક્રૂની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આવી ક્ષણો કંપનીની માનવતા અને સેવાની ભાવનાને દર્શાવે છે. અત્યારે માતા અને નવજાત બંનેની તબિયત સારી છે અને ડોક્ટર્સ દ્વારા તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.

