નવા આરોપ પહેલા, યુપીના ગાઝિયાબાદની એક છોકરીએ પણ દયાલ પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગાઝિયાબાદની એક મહિલાએ દયાલ પર જાતીય સતામણી અને શોષણનો આરોપ લગાવ્યા બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ દયાલ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
યશ દયાલ (તસવીર: X)
રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર (RCB) ના ખેલાડી યશ દયાલ માટે મુશ્કેલી વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફરી એકવાર તે મોટા વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. અહેવાલ મુજબ, જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ વધુ એક FIR નોંધવામાં આવી છે, જેમાં પીડિતાએ ક્રિકેટર પર લૈંગિક શોષણનો આરોપ લગાવ્યો છે. એક સગીરાએ યશ દયાલ પર આરોપ કર્યો કે તેણે બે વર્ષથી વધુ સમય સુધી તેની સાથે વારંવાર બળાત્કાર કર્યો છે, ભાવનાત્મક રીતે બ્લૅકમેલ કર્યો છે અને ક્રિકેટમાં કારકિર્દી શરૂ કરવાના વચનો આપીને તેને લલચાવી છે.
યશ દયાલ પર બળાત્કારનો આરોપ
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ, પીડિતા જયપુરમાં IPL મૅચ દરમિયાન માત્ર 17 વર્ષની સગીર વયે દયાલના સંપર્કમાં આવી હતી. દયાલે કથિત રીતે કારકિર્દી સલાહ આપવાના બહાને તેને સીતાપુરાની એક હૉટેલમાં બોલાવી હતી, જ્યાં પહેલી વખત તેના પર જાતીય હુમલો થયો હતો. ભાવનાત્મક રીતે બ્લૅકમેલ અને સતત શોષણથી પરેશાન, પીડિતાએ 23 જુલાઈના રોજ કેસ નોંધાવ્યો હતો.
યશ દયાલ સામે પહેલાથી ચાલી રહ્યો છે બળાત્કારનો કેસ
નવા આરોપ પહેલા, યુપીના ગાઝિયાબાદની એક છોકરીએ પણ દયાલ પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગાઝિયાબાદની એક મહિલાએ દયાલ પર જાતીય સતામણી અને શોષણનો આરોપ લગાવ્યા બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ દયાલ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પીડિતાએ જણાવ્યું હતું કે દયાલે તેને તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો હતો અને એવું વર્તન કર્યું હતું કે તેઓ પરિણીત છે, જેનાથી તેનો વિશ્વાસ વધુ ગાઢ બન્યો હતો. જોકે, જ્યારે યુવતીએ તેના ઇરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે તે કથિત રીતે હિંસક બન્યો અને તેને હેરાન કરતો રહ્યો. જવાબમાં, દયાલે તેના વકીલ દ્વારા પ્રયાગરાજના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. તેના નિવેદનમાં, દયાલે દાવો કર્યો હતો કે ગાઝિયાબાદમાં FIR નોંધાવનારી મહિલા તેને બ્લૅકમેલ કરવાનો પ્રયાસ કરી રહી હતી.
RCBના ઝડપી બૉલરે દાવો કર્યો હતો કે યુવતીએ તબીબી સારવાર અને વ્યક્તિગત ખર્ચ માટે લાખો રૂપિયા ઉધાર લીધા હતા અને તેને ચૂકવવાનું વચન આપ્યું હતું, જે તે પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે વારંવાર ખરીદી અને અન્ય જરૂરિયાતો માટે પૈસાની માગણી કરતી હતી. બાદમાં યશને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી કારણ કે તેને ધરપકડમાંથી વચગાળાની રાહત મળી.

