આ રમૂજી સન્માન સમારોહનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેન્સ ઇન્ટરનૅશનલ મૅચની પહેલી ઇનિંગ્સ બાદ ક્રિકેટ બોર્ડના સભ્યોની હાજરીમાં એક રમૂજી ઘટના બની હતી. બરોડા ક્રિકેટ અસોસિએશને ઇનિંગ્સ-બ્રેક વચ્ચે બાઉન્ડરી લાઇન પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલીનાં પોસ્ટર સાથે એક કબાટ ઊભો કર્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહ અને ક્રિકેટ બોર્ડના સભ્યોની હાજરીમાં રોહિત અને વિરાટ આ કબાટમાંથી હસતાં-હસતાં બહાર નીકળ્યા હતા.
રોહિત અને વિરાટે આ કબાટ પર પોતાના પોસ્ટરની બાજુમાં ઑટોગ્રાફ કર્યો ત્યાર બાદ બરોડા ક્રિકેટ અસોસિએશનના સભ્યોએ પુષ્પગુચ્છ આપીને બન્નેનું સન્માન કર્યું હતું. આ રમૂજી સન્માન સમારોહનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. આવા વિચિત્ર અને શરમમાં મૂકે એવા સન્માન બદલ બરોડા ક્રિકેટ અસોસિએશન ટ્રોલ પણ થઈ રહ્યું છે.


