Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્માએ સચિન તેન્ડુલકરનો બાવીસ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

રોહિત શર્માએ સચિન તેન્ડુલકરનો બાવીસ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

Published : 05 October, 2026 12:52 PM | IST | New Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓપનર તરીકે ફાસ્ટેસ્ટ ૧૦ હજાર રન વન-ડેમાં ફટકાર્યા 

રોહિત શર્મા

રોહિત શર્મા


શનિવારે વેસ્ટ ઇન્ડીઝ સામે ૯૨ રન ફટકારીને રોહિત શર્મા સદી ચૂકી ગયો હતો. રોહિત શર્મા છેલ્લે માર્ચ ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો હતો.

રોહિત શર્માએ ઓપનર તરીકે સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧૦,૦૦૦ વન-ડે રન પૂરા કરવાનો સચિન તેન્ડુલકરનો ૨૨ વર્ષ જૂનો વિશ્વ વિક્રમ તોડ્યો છે. રોહિત શર્માએ માત્ર ૨૦૨ ઇનિંગ્સમાં ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કર્યો, જે સચિન તેન્ડુલકર કરતાં ૧૨ ઇનિંગ્સ ઓછી છે. સચિને ૨૦૦૪માં બ્રિસ્બૅન ખાતે ઑસ્ટ્રેલિયા સામે ૨૧૪ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.



રોહિત ઓપનર તરીકે ૧૦,૦૦૦ રન બનાવનાર ચોથો ખેલાડી બન્યો છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલ અને શ્રીલંકાના સનથ જયસૂર્યાનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે રોહિત શર્માને માત્ર બે રનની જરૂર હતી.


100
આટલી ઇન્ટરનૅશનલ સિક્સ વેસ્ટ ઇન્ડીઝ ટીમ સામે ફટકારનાર પહેલો બૅટર બન્યો રોહિત શર્મા. 

2
આટલી ઇન્ટરનૅશનલ ટીમો સામે ૧૦૦ સિક્સ ફટકારનાર પહેલો બૅટર બન્યો રોહિત શર્મા. તેણે ઑસ્ટ્રેલિયા સામે હાઇએસ્ટ ૧૩૮ સિક્સ મારી છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 12:52 PM IST | New Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK