ઇન્ટરનૅશનલ ક્રિકેટના હાઇએસ્ટ રનસ્કોરર સચિન તેન્ડુલકરે ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલની પ્રશંસા કરી છે. સચિન કહે છે, ‘મને લાગે છે કે શુભમને કૅપ્ટન તરીકે શાંત રહીને ટીમમાં કેટલીક બાબતોને સેટ કરવાનું કામ સારું કર્યું છે.
સચિન તેન્ડુલકર અને શુભમન ગિલ
ઇન્ટરનૅશનલ ક્રિકેટના હાઇએસ્ટ રનસ્કોરર સચિન તેન્ડુલકરે ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલની પ્રશંસા કરી છે. સચિન કહે છે, ‘મને લાગે છે કે શુભમને કૅપ્ટન તરીકે શાંત રહીને ટીમમાં કેટલીક બાબતોને સેટ કરવાનું કામ સારું કર્યું છે. મને હંમેશાં લાગે છે કે તે નર્વસ નથી, શાંત છે. મને યાદ છે કે મૅચ પછીના એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે અને તેની દિલની ધડકન હંમેશાં શાંત રહે છે. રમતની પરિસ્થિતિ ગમે તે હોય એનાથી કોઈ ફરક પડતો નથી.’

