આ મૅચથી સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમા પણ ટીમ સાથે જોડાવાનો છે
રાહુલ, સિરાજ અને કુલદીપ
બૅન્ગલોરમાં ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સ ગ્રાઉન્ડ પર રિષભ પંતના નેતૃત્વ હેઠળ સાઉથ આફ્રિકા-A સામે ચાર દિવસીય બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ શરૂ થશે. પહેલી મૅચમાં બીજી ઇનિંગ્સમાં કૅપ્ટન રિષભ પંત અને લોઅર ઑર્ડર બૅટરોની લડતને લીધે ભારતીય ટીમનો ૩ વિકેટે રોમાંચક વિજય થયો હતો. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝ માટે લયમાં આવવા આ મૅચમાં સામેલ કરવામાં આવેલા લોકેશ રાહુલ, મોહમ્મદ સિરાજ અને ઑસ્ટ્રેલિયાથી પાછા બોલાવી લેવાયેલા કુલદીપ યાદવના પર્ફોર્મન્સ પર સૌની નજર હશે. આ મૅચથી સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમા પણ ટીમ સાથે જોડાવાનો છે.
ભારત-A ટીમ : રિષભ પંત (કૅપ્ટન), કે. એલ. રાહુલ, ધ્રુવ જુરેલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, ખલીલ અહમદ, ગુરનૂર બ્રાર, અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કિષ્ના, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને કુલદીપ યાદવ


