શાઇ હોપે ભારત સામેની અંતિમ વન-ડે મૅચમાં પોતાની કરીઅરની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યા પછી મોટો ખુલાસો કર્યો
શાઇ હોપ
વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન શાઇ હોપે ભારત સામેની અંતિમ વન-ડે મૅચમાં પોતાની કરીઅરની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યા પછી મોટો ખુલાસો કર્યો હતો. અંતિમ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરવા માટે શાઇ હોપે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન એમ.એસ. ધોનીના મંત્રને અપનાવ્યો.
શાઇ હોપ કહે છે, ‘એક વાર મારી લેજન્ડ ધોની સાથે ખૂબ સારી વાતચીત થઈ હતી. તેણે મને કહ્યું હતું કે તમારી પાસે હંમેશાં એટલો સમય હોય છે જેટલો તમે વિચારો છો. તેથી અંતિમ પરિણામ પર બહુ ધ્યાન ન આપો. માત્ર પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો. રમતને શક્ય તેટલા નાના ભાગોમાં વહેંચવાનો પ્રયાસ કરો અને છેલ્લી ઓવરોમાં બાઉન્ડરી ફટકારવાના રસ્તા શોધો.’
ADVERTISEMENT
162
કૅપ્ટન-વિકેટકીપર તરીકે એક વન-ડે મૅચમાં સૌથી મોટી આટલા રનની ઇનિંગ્સ રમનાર ખેલાડી બન્યો શાઇ હોપ. અગાઉ એ.બી. ડિવિલિયર્સે ૨૦૧૫માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૪૯ રન કર્યા હતા.
