શાર્દૂલ ઠાકુરના નેતૃત્વમાં મુંબઈની ટીમ હાલમાં રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ-ડીમાં ૯ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. જમ્મુ અને કાશ્મીર સામે ૩૫ રને મૅચ જીત્યા બાદ મુંબઈની છત્તીસગઢ સામેની મૅચ ડ્રૉ રહી હતી.
					 
					
વન-ડે વર્લ્ડ કપમાં રમવા માટે ટીમ ઇન્ડિયામાં નંબર-આઠના સ્થાન પર છે શાર્દૂલની નજર
શાર્દૂલ ઠાકુરના નેતૃત્વમાં મુંબઈની ટીમ હાલમાં રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ-ડીમાં ૯ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. જમ્મુ અને કાશ્મીર સામે ૩૫ રને મૅચ જીત્યા બાદ મુંબઈની છત્તીસગઢ સામેની મૅચ ડ્રૉ રહી હતી. ૩૪ વર્ષના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે પોતાની કૅપ્ટન્સીની શુભ શરૂઆત કરી છે. તે હવે ટીમ ઇન્ડિયામાં વાપસી કરીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા ઇચ્છે છે.
શાર્દૂલ કહે છે, ‘જ્યારે પણ ભારતીય ટીમને મારી જરૂર પડશે અથવા જ્યારે પણ મને પસંદ કરવામાં આવશે ત્યારે હું ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા માટે તૈયાર છું. મારી તૈયારી એવી છે કે જો મને કાલે રમવાનું કહેવામાં આવે તો પણ હું તૈયાર છું. મારા માટે મૅચ રમવાનું અને સારું પ્રદર્શન કરવાનું મહત્ત્વપૂર્ણ છે. ભારતીય ટીમમાં વાપસી કરવા માટે મારે સતત સારું અને મૅચ-વિનિંગ પ્રદર્શન કરવાની જરૂર છે જે આખરે સિલેક્શનમાં મદદ કરશે. આગામી વન-ડે વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં છે એથી આઠમા ક્રમે બોલિંગ-ઑલરાઉન્ડર માટે જગ્યા ખાલી પડી શકે છે. હું ચોક્કસપણે એ સ્થાન પર નજર રાખી રહ્યો છું.’
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	