ઇન્જરી બાદ શ્રેયસ ઐયરે પહેલી સોશ્યલ મીડિયા પોસ્ટમાં ફૅન્સ માટે લખ્યું...ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ઇન્જર્ડ થયાના પાંચ દિવસ બાદ સ્ટાર શ્રેયસ ઐયરે સોશ્યલ મીડિયા પર પહેલી પોસ્ટ લખી છે.
					 
					
તમારા વિચારોમાં મને રાખવા બદલ આભાર, હવે હું દરરોજ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છું
ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ઇન્જર્ડ થયાના પાંચ દિવસ બાદ સ્ટાર શ્રેયસ ઐયરે સોશ્યલ મીડિયા પર પહેલી પોસ્ટ લખી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે ‘હું હમણાં રિકવરીની પ્રક્રિયામાં છું અને દરરોજ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છું. મને મળેલી તમામ શુભેચ્છાઓ અને સમર્થન માટે હું ખૂબ આભારી છું. મારા માટે આ ખરેખર ઘણો અર્થ ધરાવે છે. મને તમારા વિચારોમાં રાખવા બદલ આભાર.’
મુંબઈનો આ ક્રિકેટર હાલમાં સિડનીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બરોળની ઇન્જરીમાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયા દરમ્યાન તેણે ઑલમોસ્ટ બે મહિનાનો બ્રેક લેવો પડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી સિરીઝ ગુમાવી શકે છે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	