ત્રીજી વન-ડે મૅચમાં ૨૧૯ રનના ટાર્ગેટને ભારતે સેન્ચુરિયન યશસ્વી જાયસવાલ અને રોહિત શર્માની ૧૭૦ રનની પાર્ટનરશિપના આધારે ૧૨૮ બૉલ પહેલાં ચેઝ કર્યો, પ્રસિદ્ધ ક્રિષ્ના પહેલી વખત વન-ડેમાં પાંચ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો : શુભમન ગિલ પ્લેયર ઑફ ધ સિરીઝ
અણનમ ૧૧૦ રન બનાવીને છેલ્લે સુધી ઊભો રહ્યો યશસ્વી જાયસવાલ અને ચૅમ્પિયન ટ્રોફી સાથે ભારતીય ટીમ.
ADVERTISEMENT
કૅપ્ટન શુભમન ગિલના બદલે ત્રીજા ક્રમે બૅટિંગ કરીને વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરે ૧૯ બૉલમાં બે સિક્સની મદદથી અણનમ ૨૦ રન નોંધાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી સ્પિનર મોહમ્મદ નબીને એક સફળતા મળી હતી.
ભારતની બૅટિંગ પાંચ રનના સ્કોરથી કેમ શરૂ થઈ ?
અફઘાનિસ્તાનની બૅટિંગ સમયે કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદી ૪૦મી ઓવરમાં વારંવાર પિચના ડેન્જર એરિયા પર દોડ્યો હોવાથી પાંચ રનની પેનલ્ટી મળી હતી. એના કારણે ભારતની બૅટિંગ પાંચ રનના સ્કોરથી શરૂ થઈ હતી. ભારતીય ઓપનર્સે પહેલી ઓવરમાં ૨૩ રન નોંધાવ્યા હતા.
પ્રસિદ્ધ ક્રિષ્નાની બોલિંગ પર રોહિત શર્માએ ત્રણ કૅચ પકડ્યા
૭.૨ ઓવરમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની ધારદાર બોલિંગને કારણે અફઘાનિસ્તાને ૨૮ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં રોહિત શર્માએ ટૉપ-ઑર્ડર બૅટર્સ ઇબ્રાહિમ ઝાદરાન, રહમત શાહ અને રહમાનુલ્લા ગુરબાઝના કૅચ પકડ્યા હતા.
