Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટુર્નામેન્ટનો યંગેસ્ટ સેન્ચુરિયન હવે વૈભવ સૂર્યવંશી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટુર્નામેન્ટનો યંગેસ્ટ સેન્ચુરિયન હવે વૈભવ સૂર્યવંશી

Published : 03 December, 2025 12:51 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના વન્ડર બૉયે ૬૧ બૉલમાં ૧૦૮ રન કર્યા, પણ મહારાષ્ટ્રના પૃથ્વી શૉએ ૩૦ બૉલમાં ૬૬ રન કરીને જીત છીનવી લીધી

વૈભવ સૂર્યવંશીએ સદીની શાનદાર ઉજવણી કરી

વૈભવ સૂર્યવંશીએ સદીની શાનદાર ઉજવણી કરી


કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની રોમાંચક મૅચ રમાઈ હતી. ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૬૧ બૉલમાં ૭-૭ ફોર અને સિક્સરની મદદથી ૧૦૮ રનની અણનમ ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૧૭૬-૩ સુધી પહોંચાડ્યો હતો. જોકે મહારાષ્ટ્રના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન પૃથ્વી શૉએ ૩૦ બૉલમાં ૧૧ ફોર અને એક સિક્સરના આધારે ૬૬ રન કરીને ટીમને રનચેઝમાં મદદ કરી હતી. મહારાષ્ટ્રે ૧૯.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૮૨ રન કરીને ૧૭૭ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હતો.

બિહારના આ ક્રિકેટરે ૧૨ વર્ષ જૂનો આ રેકૉર્ડ તોડ્યો



સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટના ઇતિહાસમાં ૧૪ વર્ષ ૨૫૦ દિવસની ઉંમરે સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી યંગેસ્ટ ક્રિકેટર બની ગયો છે. આ પહેલાં મહારાષ્ટ્રના વિજય ઝોલે ૧૮ વર્ષ અને ૧૧૮ દિવસની ઉંમરે ૨૦૧૩માં મુંબઈ સામે ૧૦૯ રન બનાવીને આ રેકૉર્ડ કર્યો હતો. વૈભવે ૧૬ T20 ઇનિંગ્સમાં ૩ સદી અને એક ફિફ્ટીના આધારે ૬૪૪ રન કર્યા છે. તેણે ૨૦૯.૭૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૭ ફોર અને ૫૮ સિક્સર પણ ફટકારી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પહેલી ૩ ઇનિંગ્સમાં તે ૧૪, ૧૩ અને પાંચ રનના સ્કોર પર આઉટ થયો હતો. 


3

આટલી T20 સદી ફટકારનાર પહેલો ટીનેજ ક્રિકેટર બન્યો વૈભવ સૂર્યવંશી. 


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2025 12:51 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK