Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > છેલ્લી મૅચ કે સિરીઝમાં શું થયું એનો ફરક નથી પડતો, ખેલાડીએ હંમેશાં શૂન્યથી શરૂઆત કરવી પડે છે

છેલ્લી મૅચ કે સિરીઝમાં શું થયું એનો ફરક નથી પડતો, ખેલાડીએ હંમેશાં શૂન્યથી શરૂઆત કરવી પડે છે

Published : 30 December, 2025 11:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના ખરાબ સમય ભૂલીને આગળ વધી રહેલી સ્મૃતિ માન્ધના કહે છે...

સ્મૃતિ માન્ધના

સ્મૃતિ માન્ધના


ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ હાલમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના ખરાબ સમયને પાછળ છોડીને ૧૦ હજાર ઇન્ટરનૅશનલ રન કરવાની સિદ્ધિ મેળવી હતી. શ્રીલંકા સામે સતત ત્રણ મૅચમાં સાધારણ પ્રદર્શન કર્યા બાદ તે ચોથી T20 મૅચમાં ચમકી હતી. ચોથી T20 મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બનેલી સ્મૃતિ માન્ધનાએ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને આપેલા એક ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપ્યું છે.

૨૯ વર્ષની સ્મૃતિ માન્ધના કહે છે, ‘ખેલાડીએ શૂન્યથી શરૂઆત કરવી પડે છે, કોઈ ખેલાડીએ પાછલી મૅચ કે પાછલી સિરીઝમાં શું કર્યું એનાથી કોઈ ફરક નથી પડતો. રમત પહેલાં સ્કોરબોર્ડ પર હંમેશાં શૂન્ય હોય છે. ત્રણેય ફૉર્મેટ માટે મારી આંતરિક અપેક્ષાઓ ખૂબ જ અલગ છે. હું વન-ડે અને ટેસ્ટ-ક્રિકેટમાં મારી જાત પર ખૂબ જ નિયંત્રણ રાખું છું જ્યારે T20માં હું ગતિ સાથે રમું છું.’



આજે ૩૦ ડિસેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની અંતિમ મૅચ રમાશે. યજમાન ટીમ ઇન્ડિયા ૪-૦થી આગળ હોવાથી આજે ક્લીન સ્વીપનો ટાર્ગેટ રાખશે.


221

આટલા રનનો હાઇએસ્ટ T20 સ્કોર કર્યો ભારતે પોતાનો. વર્ષ ૨૦૨૪માં નવી મુંબઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામે કરેલો ૨૧૭ રનનો રેકૉર્ડ તોડ્યો.


191

આટલા રનનો હાઇએસ્ટ T20 સ્કોર કર્યો શ્રીલંકાએ પોતાનો. વર્ષ ૨૦૨૪માં મલેશિયા સામે કરેલો ૧૮૪ રનનો રેકૉર્ડ તોડ્યો.

3000

આટલા રનની ભાગીદારી વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં કરનાર સ્મૃતિ માન્ધના અને શફાલી વર્મા પહેલી જોડી બની. 

1703

આટલા ઇન્ટરનૅશનલ રન કર્યા સ્મૃતિ માન્ધનાએ આ વર્ષે. તેણે પોતાનો જ ગયા વર્ષે કરેલો ૧૬૫૯ રનનો એક કૅલેન્ડર યરનો વર્લ્ડ રેકૉર્ડ તોડયો. 

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK