૮૧૧ પૉઇન્ટ સાથે સ્મૃતિ પહેલા ક્રમે પહોંચી છે
સ્મૃતિ માન્ધના
ભારતની સ્મૃતિ માન્ધનાએ ICC વિમેન્સ વન-ડે રૅન્કિંગમાં ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે. મંગળવારે તે સાઉથ આફ્રિકાની લૉરા વૉલ્વાર્ટને પાછળ છોડીને વિશ્વની નંબર-વન બૅટર બની છે. આયરલૅન્ડ સામેની વન-ડે સિરીઝની પહેલી મૅચમાં માત્ર ૩૧ રન ફટકારી શકી હોવાથી સાઉથ આફ્રિકન કૅપ્ટનના ૮ પૉઇન્ટ ઘટી ગયા છે. તે ૮૦૬ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે ૮૧૧ પૉઇન્ટ સાથે સ્મૃતિ પહેલા ક્રમે પહોંચી છે.
સ્મૃતિ મેં જોયેલી શ્રેષ્ઠ ડાબોડી બૅટર છે. તેના કવર ડ્રાઇવ્સ સુંદર અને ભવ્ય છે. તેના કવર ડ્રાઇવ્સમાં એક ક્લાસ છે. - ભારતીય હેડ કોચ અમોલ મુઝુમદાર
ADVERTISEMENT
વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારતીય ટીમની દરેક પ્લેયરને તાતા મોટર્સે કાર ગિફ્ટ કરી

ગઈ કાલે તાતા મોટર્સે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારતીય ટીમની દરેક પ્લેયરને સન્માનિત કરી હતી. પાંચ નવેમ્બરે તાતા મોટર્સે તાતા સિએરા કારનો પ્રથમ સેટ ચૅમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટર્સને આપવાની જાહેરાત કરી હતી. ગઈ કાલે ભારતીય તિરંગાવાળી સ્પેશ્યલ જર્સી પહેરીને સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સ સિવાયની ઑલમોસ્ટ તમામ ભારતીય મહિલા પ્લેયર્સે આ સન્માન સમારોહમાં હાજરી આપી હતી. ઑલમોસ્ટ ૧૨ લાખ રૂપિયાની કિંમતથી શરૂ થતી આ તાતા સિએરા કાર સાથે ફોટોશૂટ દરમ્યાન તાતા સન્સ અને તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સ લિમિટેડ (TMPVL)ના ચૅરમૅન એન. ચંદ્રશેખરન અને MD, CEO શૈલેષ ચંદ્રા હાજર રહ્યા હતા.


