Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકાના ધુરંધર ક્રિકેટર હેન્રિક ક્લાસેને ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહીને સૌને ચોંકાવ્યા

સાઉથ આફ્રિકાના ધુરંધર ક્રિકેટર હેન્રિક ક્લાસેને ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહીને સૌને ચોંકાવ્યા

Published : 03 June, 2025 10:28 AM | IST | Cape Town
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૮-’૧૯માં પોતાની ત્રણેય ફૉર્મેટની ડેબ્યુ મૅચ ભારત સામે જ રમી હતી

હેન્રિક ક્લાસેન

હેન્રિક ક્લાસેન


સાઉથ આફ્રિકાના આક્રમક બૅટ્સમૅન હેન્રિક ક્લાસેને કામ અને જીવનને સંતુલિત કરવાના પ્રયાસમાં તાત્કાલિક અસરથી ઇન્ટરનૅશનલ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે તેણે વિશ્વભરની ફ્રૅન્ચાઇઝી લીગ માટે પોતાની પ્રાથમિકતા નક્કી કરી છે. ૩૩ વર્ષના ક્લાસેને ગયા વર્ષે જાન્યુઆરીમાં ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. હવે તેણે લિમિટેડ ઓવર્સની ફૉર્મેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે.


ક્લાસેને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ‘આ મારા માટે દુખદ દિવસ છે, કારણ કે મેં ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં મારા અને મારા પરિવાર માટે શું સારું છે એ નક્કી કરવામાં મને ઘણો સમય લાગ્યો. એ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. દેશ માટે રમવું એ પહેલા દિવસથી જ સૌથી ગર્વની વાત રહી છે અને મેં હંમેશાં એનું સ્વપ્નું જોયું છે. મારી છાતી પર સાઉથ આફ્રિકાના બૅજ સાથે રમવું એ મારી કરીઅરનું સૌથી મોટું સન્માન રહ્યું છે. હું હવે મારા પરિવાર સાથે વધુ સમય વિતાવી શકીશ.’



માર્ચ ૨૦૨૫ દરમ્યાન લાહોરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની વન-ડે સેમી-ફાઇનલ આ વિકેટકીપર-બૅટરના ઇન્ટરનૅશનલ કરીઅરની છેલ્લી મૅચ હતી. સંયોગની વાત એ છે કે તેણે ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં પોતાની ડેબ્યુ મૅચ ભારતીય ટીમ સામે જ રમી હતી. ફેબ્રુઆરી ૨૦૧૮માં તેણે પોતાની ધરતી પર ભારત સામે અનુક્રમે વન-ડે અને T20 ડેબ્યુ કર્યું હતું. ભારત સામે જ રાંચીમાં ઑક્ટોબર ૨૦૧૯માં તે પહેલી ટેસ્ટ-મૅચ રમ્યો હતો.


હેન્રિક ક્લાસેનની ઇન્ટરનૅશનલ કરીઅર

મૅચ

૧૨૨

રન

૩૨૪૫

ફિફ્ટી

૧૬

સેન્ચુરી

ઍવરેજ

૩૨.૪૫

સ્ટ્રાઇક-રેટ

૧૧૭.૪૦

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હેન્રિક ક્લાસેન


૬૦ વન-ડે - ૨૧૪૧ રન (ચાર સેન્ચુરી, ૧૧ ફિફ્ટી)

૫૮ T20 - ૧૦૦૦ રન (ઝીરો સેન્ચુરી, પાંચ ફિફ્ટી)

૪ ટેસ્ટ - ૧૦૪ રન (ઝીરો સેન્ચુરી, ઝીરો ફિફ્ટી)

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 10:28 AM IST | Cape Town | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK