સુરેશ રૈનાએ ચેપૉકમાં ધોની સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો
મહેન્દ્ર સિંહ ધોની ટીમના ભૂતપૂર્વ સાથી-ખેલાડી સુરેશ રૈનાને પણ મળ્યો હતો
સોમવારે ચેપૉક સ્ટેડિયમમાં સીઝનની અંતિમ હોમ-મૅચ દરમ્યાન મહેન્દ્ર સિંહ ધોની લેપ ઑફ થૅન્ક્સ પરેડમાં જોડાયો હતો. સીઝનની લાગલગાટ ૧૩ મૅચમાં ઇન્જરીને કારણે ન રમનાર ધોની ચેપૉક સ્ટેડિયમમાં ફૅન્સના સપોર્ટ માટે આભાર માનતી પ્લેયર્સની પરેડમાં જોવા મળ્યો હતો. તેણે સ્ટેડિયમમાં હાજર ફોટોગ્રાફર્સ સાથે સેલ્ફી પડાવીને ગ્રાઉન્ડ્સમૅન અને સપોર્ટ-સ્ટાફ સાથે પણ ગ્રુપ-ફોટો પડાવ્યો હતો. અહેવાલ અનુસાર ૨૧ મેની અમદાવાદની છેલ્લી લીગ-સ્ટેજ મૅચ માટે પણ તે ટીમ સાથે ટ્રાવેલ નથી કરવાનો. આ વખતે પગની ઇન્જરીને કારણે ફૅન્સને મેદાન પર ધમાલ મચાવતા ધોનીની ઝલક જોવા નથી મળી. ધોનીએ પોતાના IPL ભવિષ્ય વિશે કોઈ સ્પષ્ટતા કરી ન હોવાથી માનવામાં આવી રહ્યું છે કે ધોની ૨૦૨૭ની સીઝનમાં પણ રમતો જોવા મળશે.
લેપ ઑફ થૅન્ક્સ પરેડ દરમ્યાન સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમના ભૂતપૂર્વ સાથી-ખેલાડી સુરેશ રૈનાને પણ મળ્યો હતો. કૉમેન્ટેટર સુરેશ રૈનાએ ધોની સાથેની વાતચીતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે , ‘ મેં તેને કહ્યું કે ‘તે IPL 2026 માટે માત્ર મિસ્ડ કોલ આપ્યો છે. આવું નહીં ચાલે. તારે આવતા વર્ષે પાછા આવવું પડશે.’ તેણે જવાબ આપ્યો કે ‘મારું શરીર થોડું નબળું લાગે છે.’ મેં કહ્યું કે ‘અમે આવું બહાનું નહીં સ્વીકારીએ. તારે આવતા વર્ષે રમવું જ પડશે.’ સુરેશ રૈનાએ વધુમાં કહ્યું કે,’ આખરે રમવું કે નહીં એ તેનો પોતાનો નિર્ણય છે. મને લાગે છે કે તે તેના વિશે સકારાત્મક છે. ટીમ ફરીથી ખૂબ સારી રીતે સંગઠિત થઈ રહી છે.ભલે આ સીઝનમાં ધોની રમ્યો નથી પણ તેમ છતાં તેણે ટીમ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે.’
Share
Share
20 May, 2026 02:35 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK