આ હુમલાનો એક વિડિયો પણ સામે આવ્યો હતો, જેમાં જબરદસ્ત વિસ્ફોટને કારણે કૅમ્પની ઇમારત ધરાશાયી થતી જોવા મળી હતી.
કથિત હુમલાના વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મસ્તુન્ગ જિલ્લામાં આવેલા કનક વિસ્તારમાં એક મિલિટરી કૅમ્પ પર મોટો આત્મઘાતી હુમલો થયો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ આ હુમલાની જવાબદારી લીધી હતી અને દાવો કર્યો હતો કે આ ઘટનામાં ૧૮થી વધુ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાં છે. હુમલાખોર ઓસામા શાહવાનીએ વિસ્ફોટકો ભરેલા વાહન સાથે મિલિટરી કૅમ્પમાં ટક્કર મારી હતી. ત્યારબાદ BLAના લડવૈયાઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલાનો એક વિડિયો પણ સામે આવ્યો હતો, જેમાં જબરદસ્ત વિસ્ફોટને કારણે કૅમ્પની ઇમારત ધરાશાયી થતી જોવા મળી હતી.
