Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેન્સ T20 મુંબઈ લીગની ચોથી સીઝનમાં તુષાર દેશપાંડે જીત્યો પર્પલ કૅપ

મેન્સ T20 મુંબઈ લીગની ચોથી સીઝનમાં તુષાર દેશપાંડે જીત્યો પર્પલ કૅપ

Published : 15 June, 2026 10:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે ચૅમ્પિયન ટીમ માટે ૬.૬ના ઇકૉનૉમી રેટથી બોલિંગ કરીને ૧૨ વિકેટ લીધી

મુંબઈ ક્રિકેટ અસોસિએશન પાસેથી ટ્રોફી સ્વીકારતા મરાઠા રૉયલ્સના કૅપ્ટન સિદ્ધેશ લાડ અને આઇકન પ્લેયર તુષાર દેશપાંડે.

મુંબઈ ક્રિકેટ અસોસિએશન પાસેથી ટ્રોફી સ્વીકારતા મરાઠા રૉયલ્સના કૅપ્ટન સિદ્ધેશ લાડ અને આઇકન પ્લેયર તુષાર દેશપાંડે.


મેન્સ T20 મુંબઈ લીગ 2026ની ચોથી સીઝનમાં મરાઠા રૉયલ્સે પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો. ટીમના આઇકન પ્લેયર અને ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર તુષાર દેશપાંડેએ આ વિજયી અભિયાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાઇનલ મૅચમાં બે મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આખી સીઝનમાં ૬.૬ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને તે પર્પલ કૅપ પણ જીત્યો હતો.

ARCS અંધેરી ટીમનો ઓપનર દિવ્યાંશ સક્સેના ૨૬૧ રન કરીને ઑરેન્જ કૅપ જીત્યો હતો. બાંદરા બ્લાસ્ટરનો ઓપનર સુવેદ પારકર ૨૫૦ રન કરવા બદલ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો હતો. 



વિમેન્સ T20 મુંબઈ લીગ 2026ની વિજેતા ટીમ સોબો મુંબઈ ફાલ્કન્સની ૧૪ વર્ષની બોલર સ્વરા જાધવ ૪.૪૮ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને ૧૦ વિકેટ લઈને પર્પલ કૅપ જીતી હતી.


1.50
આટલા કરોડ રૂપિયા મળ્યા મેન્સ લીગ જીતવા બદલ મરાઠા રૉયલ્સને. 

50
આટલા લાખ રૂપિયા મળ્યા વિમેન્સ લીગની ચૅમ્પિયન બનવા બદલ સોબો મુંબઈ ફાલ્કન્સને. 


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK