ભારતીય ટીમે સુપર સિક્સ રાઉન્ડમાં બંગલાદેશને ૮ વિકેટે હરાવ્યા બાદ ગઈ કાલે અંતિમ મૅચમાં સ્કૉટલૅન્ડને ૧૫૦ રને હરાવ્યું હતું. ભારતીય ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને ૨૦૮ રન ખડકી દીધા હતા
ત્રિશા ગોંગાડી
મલેશિયામાં આયોજિત અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સુપર સિક્સ રાઉન્ડમાં પણ ટૉપ પર રહી છે. ૩૧ જાન્યુઆરીએ પહેલી સેમી ફાઇનલ ભારત-ઇંગ્લૅન્ડ અને બીજી સેમી ફાઇનલ ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે એ લગભગ નક્કી છે.
ભારતીય ટીમે સુપર સિક્સ રાઉન્ડમાં બંગલાદેશને ૮ વિકેટે હરાવ્યા બાદ ગઈ કાલે અંતિમ મૅચમાં સ્કૉટલૅન્ડને ૧૫૦ રને હરાવ્યું હતું. ભારતીય ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને ૨૦૮ રન ખડકી દીધા હતા જેના જવાબમાં સ્કૉટલૅન્ડની ટીમ ૧૪ ઓવરમાં ૫૮ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. પ્લેયર ઑફ ધ મૅચ ત્રિશા ગોંગાડી અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારનારી પહેલી ક્રિકેટર બની છે. તેણે ૫૯ બૉલમાં અણનમ ૧૧૦ રન બનાવ્યા હતા. ત્યાર બાદ બોલિંગમાં ૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. તેલંગણની ૧૯ વર્ષની ત્રિશાએ બૉલ અને બૅટથી ધમાલ મચાવીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.