Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Update : એક દિવસ પહેલાં રક્ષાબંધન ઊજવીને લંડન ઊપડી ગયાં વિરાટ-અનુષ્કા

Sports Update : એક દિવસ પહેલાં રક્ષાબંધન ઊજવીને લંડન ઊપડી ગયાં વિરાટ-અનુષ્કા

Published : 28 August, 2026 08:54 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રક્ષાબંધનના એક દિવસ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યાં. વિરાટના હાથમાં રાખડી પણ જોવા મળી હતી અને તેઓ રક્ષાબંધન માટે લંડનથી દિલ્હી આવ્યા હોવાના અહેવાલ છે.

એક દિવસ પહેલાં રક્ષાબંધન ઊજવીને લંડન ઊપડી ગયાં વિરાટ-અનુષ્કા

એક દિવસ પહેલાં રક્ષાબંધન ઊજવીને લંડન ઊપડી ગયાં વિરાટ-અનુષ્કા


ગઈ કાલે વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. બે દિવસ પહેલાં જ દિલ્હી આવેલું આ પાવરકપલ માત્ર રક્ષાબંધન માટે લંડનથી આવ્યું હોય એવા અહેવાલ છે. રક્ષાબંધનના એક દિવસ પહેલાં વિરાટ કોહલીના હાથના કાંડા પર એક રાખડી જોવા મળી હતી. વિરાટની એક મોટી બહેન છે જેનું નામ ભાવના કોહલી છે.

એશિયન જુનિયર ચેસ ચૅમ્પિયનશિપમાં ભારતનો ડબલ વિજય



મુંબઈમાં આયોજિત એશિયન જુનિયર ક્લાસિકલ ચેસ ચૅમ્પિયનશિપ 2026માં ભારતે યાદગાર ડબલ વિજય મેળવ્યો છે. ITC મરાઠા શેરેટનમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ઓપન અને ગર્લ્સ કૅટેગરીનો ખિતાબ અનુક્રમે મયંક ચક્રવર્તી અને પ્રતીતિ બોરદોલોઇએ જીત્યો હતો. 
ઓપન કૅટેગરીમાં રશિયાના આર્ટેમ પિંગિને બીજો અને ભારતના દક્ષ ગોયલે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ગર્લ્સ ચૅમ્પિયનશિપમાં કઝાખસ્તાનના મારિયા ખોલ્યાવકો બીજા અને ભારતની નિવેદિતા વી.સી. ત્રીજા સ્થાને રહી હતી.


આજથી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામિબિયા વચ્ચે T20 સિરીઝ શરૂ થશે

વિન્ડહૉકમાં આજથી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને યજમાન નામિબિયા વચ્ચે T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝ ૨૦૨૭ના આફ્રિકા કપના લૉન્ચ માટે પાયો નાખશે.
૪ સપ્ટેમ્બર સુધી દરેક ટીમ બાકીની ટીમો સામે બે-બે મૅચો રમશે. ટૉપ ટૂ ટીમો વચ્ચે ૬ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. ભારતીય સમય અનુસાર દરેક મૅચ સાંજે ૫.૩૦  વાગ્યે શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 08:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK