વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની IPL 2026ની શરૂઆત તાબડતોબ બૅટિંગથી કરી હતી. આ ધમાકેદાર મૅચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમમાં હજારો ફૅન્સ ઊમટી આવ્યા હતા અને આખું સ્ટેડિયમ હાઉસફુલ દેખાઈ રહ્યું હતું.
સચિન તેન્ડુલકર સહિત હજારો ફૅન્સ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ પલટનને સપોર્ટ કરવા પહોંચ્યા
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની IPL 2026ની શરૂઆત તાબડતોબ બૅટિંગથી કરી હતી. આ ધમાકેદાર મૅચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમમાં હજારો ફૅન્સ ઊમટી આવ્યા હતા અને આખું સ્ટેડિયમ હાઉસફુલ દેખાઈ રહ્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સની માલિકણ નીતા અંબાણી અને કલકત્તાના માલિકી ગ્રુપમાંથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યાં હતાં. ‘ધુરંધર’ ફિલ્મની ઍક્ટ્રેસ સારા અર્જુન અને રૅપર-સિંગર એ. પી. ઢિલ્લોં પણ પોતાના નજીકના મિત્રો-ફૅમિલી સાથે મુંબઈ ઇન્ડિયન્સને સપોર્ટ કરવા પહોંચ્યાં હતાં. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પોતાનાં મમ્મી-પપ્પા સાથે સ્ટૅન્ડ્સમાં જોવા મળી હતી. મુંબઈ ઇન્ડિયન્સના સલાહકાર અને મેન્ટર તરીકે સચિન તેન્ડુલકર પણ ટીમને સપોર્ટ કરવા મેદાન પર હાજર રહ્યો હતો.