મોહમ્મદ કૈફે વધુમાં કહ્યું, જો વિરાટ અને રોહિત હજી પણ ટેસ્ટ-ક્રિકેટ રમી રહ્યા હોત તો સાઉથ આફ્રિકાના કોચે અભદ્ર નિવેદન આપ્યું ન હોત
મોહમ્મદ કૈફ
ભારતના સ્ટાર બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વન-ડે ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના ભવિષ્ય વિશેના તમામ પ્રશ્નોને શાંત પાડી દીધા છે. આ બન્ને અનુભવી ક્રિકેટર્સને ટેકો આપતાં ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું હતું કે ‘આ ભારતીય ટીમ રોહિત અને વિરાટ વિના ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ જીતી શકતી નથી લખી લો. ઑસ્ટ્રેલિયા વન-ડે સિરીઝમાં આપણો વાઇટવૉશ થયો હોત, પરંતુ આ બન્નેએ મૅચ જીતવામાં મદદ કરીને ટીમને બચાવી.’
મોહમ્મદ કૈફે વધુમાં કહ્યું કે ‘એ સ્પષ્ટ છે કે જો વિરાટ અને રોહિત હજી પણ ટેસ્ટ-ક્રિકેટ રમી રહ્યા હોત તો સાઉથ આફ્રિકાના કોચે અભદ્ર નિવેદન આપ્યું ન હોત. મેદાન પર તેમની માત્ર હાજરી પૂરતી છે. જ્યારે તેઓ વન-ડે ક્રિકેટમાં પાછા ફર્યા ત્યારે મેદાન પરની ઊર્જા જુઓ. તેમને ટેસ્ટ-ક્રિકેટમાં પાછા લાવો, કારણ કે આપણે એ ફૉર્મેટમાં ખરાબ રીતે હારી રહ્યા છીએ. તમારે ટીમમાં સિનિયર ખેલાડીઓની જરૂર છે. હું તો માનું છું કે ટીમ-સિલેક્શન દરમ્યાન પણ બન્નેને મીટિંગમાં બેસાડવા જોઈએ.’


