ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ અને વન-ડે વર્લ્ડ કપ સ્ક્વૉડમાં ઉમા છેત્રીને મળ્યું સ્થાન
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિશાખાપટનમમાં વન-ડે વર્લ્ડ કપ 2025ની તૈયારી કરી રહેલી ભારતીય વિમેન્સ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટ્રેઇનિંગ કૅમ્પમાં ઘૂંટણની ઇન્જરી થતાં ૨૮ વન-ડે મૅચનો અનુભવ ધરાવતી બરોડાની વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયા મોટી ટુર્નામેન્ટ પહેલાં ભારતીય સ્ક્વૉડમાંથી બહાર થઈ ગઈ છે. હાલમાં તેણે ઑસ્ટ્રેલિયા-A ટીમ સામે વન-ડે સિરીઝમાં બે શાનદાર ફિફ્ટી પણ ફટકારી હતી. તેના સ્થાને આસામની વિકેટકીપર-બૅટર ઉમા છેત્રીને ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. ભારત માટે માત્ર સાત T20 મૅચ રમનાર ઉમા આગામી ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ અને વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન વન-ડે ફૉર્મેટમાં ભારત માટે ડેબ્યુ કરી શકે છે.

