ઇંગ્લૅન્ડે બીજી મૅચમાં ૨૬ રનની જીત સાથે સિરીઝ ૧-૧થી બરાબર કરી
યાસ્તિકા ભાટિયા
T20 સિરીઝની શરૂઆતમાં ૩૮ રને જીત મેળવનાર ભારતીય મહિલા ટીમને શનિવારે ઇંગ્લૅન્ડ સામે બીજી મૅચમાં ૨૬ રને હાર મળી હતી. બીજી જૂને બન્ને ટીમ વચ્ચે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક T20 મૅચ રમાશે. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં બન્ને ટીમ છેલ્લી વખત કોઈ સિરીઝ રમી રહી છે.
39: T20 વર્લ્ડ કપ બાદ સૌથી વધુ આટલા કૅચ છોડ્યા છે ભારતીય મહિલાઓએ T20 મૅચોમાં.
ADVERTISEMENT
4000 : T20 ઇન્ટરનૅશનલમાં આટલા રન કરનાર ત્રીજી મહિલા બૅટર બની હરમનપ્રીત કૌર. સુઝી બેટ્સ (૪૭૨૦) અને સ્મૃતિ માન્ધના (૪૩૨૫) આ લિસ્ટમાં ટૉપ-ટૂમાં છે.
બીજી મૅચમાં ઇંગ્લૅન્ડે પાંચ વિકેટના નુકસાન સાથે ૧૬૮ રન બનાવ્યા હતા. જવાબમાં ભારત ૯ વિકેટ ગુમાવીને ૧૪૨ રન જ કરી શક્યું હતું. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર ફ્રીયા કૅમ્પ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. તેણે ૧૩ બૉલમાં અણનમ ૩૯ રન કરીને બે વિકેટ પણ લીધી હતી.
ભારત તરફથી ત્રીજા ક્રમની બૅટર યાસ્તિકા ભાટિયાએ ૩૬ બૉલમાં પાંચ ફોરની મદદથી સૌથી વધુ ૩૩ રન કર્યા હતા. જોકે ધીમી બૅટિંગને કારણે તે મેદાન છોડીને બહાર જતી રહી હતી એટલે કે રિટાયર્ડ આઉટ થઈ હતી. વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ભારત તરફથી રિટાયર્ડ આઉટ થનાર તે પહેલી બૅટર બની છે. બે ફુલ મેમ્બર વિમેન્સ વચ્ચેની મૅચમાં પણ પહેલી વખત કોઈ બૅટર આ રીતે રિટાયર્ડ આઉટ થઈ છે.
