કતરમાં આયોજિત વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયનશિપ 2025 જીતીને ભારતની અનુપમા રામચંદ્રને ઇતિહાસ રચ્યો છે
અનુપમા રામચંદ્ર
કતરમાં આયોજિત વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયનશિપ 2025 જીતીને ભારતની અનુપમા રામચંદ્રને ઇતિહાસ રચ્યો છે. ચેન્નઈની ૨૩ વર્ષની આ પ્લેયર વર્લ્ડ સ્નૂકર ખિતાબ જીતનાર ભારતની પહેલી મહિલા બની ગઈ છે. તેણે ફાઇનલમાં હૉન્ગકૉન્ગની ત્રણ વખતની વર્લ્ડ ચૅમ્પિયન એનજી ઑન-યીને હરાવીને આ ટાઇટલ જીત્યું છે. આ પહેલાં એશિયન સ્નૂકર ચૅમ્પિયનશિપ 2024 ટાઇટલ જીતીને તેણે ટોચની પ્લેયર તરીકે ઓળખ મેળવી હતી.


