ભારતીય જુડો પ્લેયર અસ્મિતા ડેએ હાલમાં કૉમનવેલ્થ ગેમ્સ ઇતિહાસમાં ભારતનો પહેલો જુડો ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. ૪૮ કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી તેના માટે ૧.૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું.
અસ્મિતા ડે

જોકે ૨૩ વર્ષની અસ્મિતા ડે ત્રિપુરામાં જન્મેલી હોવાથી આ રોકડ પુરસ્કાર મેળવવાની લાયકાત વિશે ચર્ચા શરૂ થઈ છે. રમતગમતના આવા પુરસ્કારો માટે સરકારે ૨૦૨૪માં ત્રણ પાત્રતા માપદંડો રજૂ કર્યા હતા, એમાંથી અસ્મિતા ડે માત્ર ઇન્ટરનૅશનલ રમતગમત કાર્યક્રમમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો માત્ર એક માપદંડ પૂર્ણ કરી રહી છે.
પહેલો માપદંડ એ છે કે ખેલાડીએ ઉત્તર પ્રદેશનો વતની હોવો જોઈએ અને બીજો માપદંડ છે કે ખેલાડી ઉત્તર પ્રદેશની માન્ય કૉલેજ અથવા યુનિવર્સિટીમાં ઓછામાં ઓછાં બે વર્ષ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ૨૦૨૩થી અસ્મિતા ડે ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહી છે.