બીમારીને લીધે ફાઇનલ મૅચમાંથી સિનર થયો રિટાયર : બાવીસ વર્ષનો અલ્કારાઝ કરીઅરનું બાવીસમું ટાઇટલ જીત્યો, ડિફેન્ડિંગ ચૅમ્પિયન સિનરે હાલમાં અલ્કારાઝને વિમ્બલ્ડનમાં હરાવ્યો હતો
સિનસિનાટી ઓપન મેન્સ સિંગલ્સની ટ્રોફી સાથે કાર્લોસ અલ્કારાઝ.
અમેરિકામાં આયોજિત સિનસિનાટી ઓપનની મેન્સ સિંગલ્સની ઑલમોસ્ટ ૨૩ મિનિટની ફાઇનલમાં સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ વિજેતા જાહેર થયો છે. પહેલા સેટમાં ૦-૫થી પાછળ ચાલી રહેલા સિનરે બીમારી અને અનફિટ હોવાને કારણે ફાઇનલમાંથી રિટાયર્ડ હર્ટ થવાનું નક્કી કર્યું હતું. ૨૪ વર્ષનો નંબર-વન ટેનિસ પ્લેયર સિનર આ ટુર્નામેન્ટમાં ગયા વર્ષે જ આ ટાઇટલ જીત્યો હતો અને હાલમાં વિમ્બલ્ડનમાં પણ અલ્કારાઝને તેણે ફાઇનલમાં હરાવ્યો હતો. વર્લ્ડ નંબર-ટૂ અલ્કારાઝે હવે સિનર સાથેની ટક્કરમાં ૯-૫થી લીડ આગળ વધારી છે. તે પહેલી વાર સિનસિનાટી ઓપન ટાઇટલ જીત્યો છે.

