Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > US ઓપનમાં પતિ-પત્નીની જોડી સેમી ફાઇનલમાં

US ઓપનમાં પતિ-પત્નીની જોડી સેમી ફાઇનલમાં

Published : 27 August, 2026 11:54 AM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુએસ ઓપન મિક્સ્ડ ડબલ્સમાં ગૅલ મોનફિલ્સ અને એલિના સ્વિતોલિના સેમી ફાઇનલમાં પહોંચ્યાં છે. ચૅમ્પિયન બનશે તો ૧૯૦૫ બાદ ગ્રૅન્ડ સ્લૅમમાં ઇતિહાસ રચનારી પતિ-પત્નીની બીજી જોડી બનશે.

ક્વૉર્ટર ફાઇનલમાં જીત બાદ કિસ સાથે સેલિબ્રેશન કરી રહેલાં મોનફિલ્સ અને એલિના.

ક્વૉર્ટર ફાઇનલમાં જીત બાદ કિસ સાથે સેલિબ્રેશન કરી રહેલાં મોનફિલ્સ અને એલિના.


ન્યુ યૉર્કમાં ચાલી રહેલી US ઓપનના મિક્સ્ડ ડબલ્સમાં કદાચ પહેલી વાર કોઈ પતિ-પ‌ત્નીની જોડી ચૅમ્પિયન બને એવું લાગી રહ્યું છે. ૨૦૨૧માં પરણેલાં ફ્રાન્સનો ગૅલ મોનફિલ્સ અને યુક્રેનની એલિના સ્વિતોલિના ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં સીધા સેટમાં જીત મેળવીને સેમી-ફાઇનલમાં પહોંચી ગયાં હતાં. જો આ જોડી ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી તો એવું કરનાર પતી-પત્નીની બીજી જોડી બની જશે. આ પહેલાં ૧૯૦૫માં ઑગસ્ટા હૉબાર્ટ અને ક્લૅરેન્સ હૉબાર્ટે ચૅમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો હતો. ૨૦૧૮માં પૅરિસમાં પ્રેમમાં પડ્યા બાદ બન્નેએ ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૨માં એક પુત્રીનાં પેરન્ટ્સ બન્યાં હતાં. ચાહકોએ તેમના નામના પ્રથમ અક્ષરો પરથી G.E.M.S. ઉપનામ આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 11:54 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK