ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમ વર્લ્ડ કપ માટે યુરોપ રવાના થઈ છે. જર્સીના રંગ અંગેના વિવાદ વચ્ચે ખેલાડીઓએ સ્પષ્ટ કર્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન માત્ર વર્લ્ડ કપ જીતવા પર છે.
ભારતીય પુરુષોની હોકી
ભારતીય મેન્સ હૉકી ટીમ શુક્રવારે મોડી રાતે બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સ જવા રવાના થઈ હતી. અગાઉ ૨૯ જુલાઈએ વિમેન્સ હૉકી ટીમે વર્લ્ડ કપ માટે ફ્લાઇટ પકડી હતી. ૧૫થી ૩૦ ઑગસ્ટ દરમ્યાન ભારતની બન્ને ટીમ ચૅમ્પિયન બનવા માટે મેદાન પર ઊતરશે.
વર્લ્ડ કપ માટેની કેસરિયા જર્સીના વિવાદ વચ્ચે ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહ, વાઇસ-કૅપ્ટન હાર્દિક સિંહ અને સ્ટાર ખેલાડી મનપ્રીત સિંહે એક સ્વરમાં કહ્યું કે ‘ટીમની જર્સીનો રંગ પહેલાં પણ બદલાયો હતો. અમારું ધ્યાન જર્સીના રંગ પર નહીં પણ વર્લ્ડ કપ જીતવા પર છે. જર્સીનો રંગ એ ટીમે મળીને લીધેલો નિર્ણય હતો.’
