° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

18 September, 2021 01:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રીમિયર લીગમાં આવતી કાલે સૌની નજર રોનાલ્ડો પર; રાઇફલ અસોસિએશન ઑફ ઇન્ડિયાને નવી ચૂંટણીપ્રક્રિયા માટે આદેશ અને વધુ સમાચાર

સ્વપ્ના બર્મન

સ્વપ્ના બર્મન

એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ સ્વપ્ના બર્મન નિવૃત્તિ લેશે

૨૦૧૮માં હૅપ્ટેથ્લૉનમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ ઍથ્લીટ સ્વપ્ના બર્મન ઈજાઓથી કંટાળીને હવે નિવૃત્તિ લઈ લેવાનું વિચારી રહી છે. થોડા દિવસમાં તે સત્તાવાર જાહેરાત કરશે. સ્વપ્નાને બન્ને પગમાં અંગૂઠાની સાથે પાંચ-પાંચ આગળીઓ છે. તે વારંગલ ખાતેની નૅશનલ ઓપન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ઊંચા કૂદકાની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતી એના માત્ર ૨૪ કલાકની અંદર જ તેણે રિટાયરમેન્ટનો નિર્ણય જાહેર કર્યો હતો. તેણે પી.ટી.આઇ.ને કહ્યું હતું કે ‘ઍથ્લેટિક્સના ટ્રૅક પર મારું શરીર મને હવે પહેલાં જેવો સાથ નથી આપતું. હું ખૂબ ડિપ્રેસ્ડ છું. હું થોડી મૂંઝવણમાં છું, પણ મેં નિવૃત્તિનો નિર્ણય ૯૦ ટકા તો લઈ જ લીધો છે.’

 

પ્રીમિયર લીગમાં આવતી કાલે સૌની નજર રોનાલ્ડો પર

પ્રીમિયર લીગ ફુટબૉલ સ્પર્ધામાં ફરી એક વાર સૌકોઈની નજર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર છે. આવતી કાલે તેની મૅન્ચેસ્ટર યુનાઇટેડ ટીમનો મુકાબલો વેસ્ટ હૅમ સાથે થશે. રોનાલ્ડો યુવેન્ટ્સ ટીમને છોડીને પાછો મૅન્ચેસ્ટર યુનાઇટેડમાં આવી ગયો છે.

 

રાઇફલ અસોસિએશન ઑફ ઇન્ડિયાને નવી ચૂંટણીપ્રક્રિયા માટે આદેશ

નૅશનલ રાઇફલ અસોસિએશન ઑફ ઇન્ડિયા (એનઆરએઆઇ)ની મોહાલી ખાતેની ચૂંટણીના માંડ એક દિવસ પહેલાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ દેશની આ ટોચની શૂટિંગ સંસ્થાને પ્રમુખપદ માટેના ઉમેદવાર શ્યામસિંહ યાદવ દ્વારા એક મહત્ત્વનો મુદ્દો ઉઠાવવામાં આવતાં નવેસરથી ચૂંટણીપ્રક્રિયાનો આદેશ આપ્યો છે. યાદવે ચૂંટણી માટેના રિટર્નિંગ ઑફિસરની નિયુક્તિને ‘દેખીતી રીતે હિતોના ટકરાવ’ તરીકે ઓળખાવી છે. જોકે આ આખી બાબત દિલ્હી હાઈ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી અને હવે પછીની સુનાવણી છેક ડિસેમ્બરમાં હોવાથી એનઆરએઆઇ આજની ચૂંટણીપ્રક્રિયા સાથે જ આગળ વધશે. રનિન્દર સિંહ ફરીથી પ્રમુખ બનવા માગે છે અને યાદવે તેમને પડકાર્યા છે.

 

શરથ જુનિયર સિલેક્શન કમિટીનો ચૅરમૅન બન્યો

બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ જુનિયર નૅશનલ સિલેક્શન કમિટીના ચૅરમૅન તરીકે તામિલનાડુના ભૂતપૂર્વ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન એસ. શરથ (શરથ શ્રીધરન)ની નિયુક્તિ કરી છે. અઠવાડિયામાં અન્ડર-19 ટુર્નામેન્ટ સાથે નવી ડોમેસ્ટિક સીઝનની શરૂઆત થશે અને એ પહેલાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિના બીજા ચાર મેમ્બરોમાં પંજાબના ઑલરાઉન્ડર કિશન મોહન (નૉર્થ ઝોન), બંગાળના સીમ બોલર રણદેબ બોઝ (ઈસ્ટ ઝોન), ગુજરાતના બૅટ્સમૅન પથિક પટેલ (વેસ્ટ ઝોન) અને મધ્ય પ્રદેશના પેસ બોલર હરવિંદર સિંહ સોઢી (સેન્ટ્રલ ઝોન)નો સમાવેશ છે. શરથને જ આ કમિટીનું અધ્યક્ષસ્થાન સોંપાશે એવો પીટીઆઇએ ૯ ઑગસ્ટે અહેવાલ આપ્યો હતો. શરથ તામિલનાડુ વતી ૧૦૦ રણજી મૅચો રમનાર પ્રથમ ખેલાડી છે.

 

પેસ બોલર પેરી ભારત સામે મુખ્ય બોલરની ભૂમિકામાં

ઑસ્ટ્રેલિયાની સ્ટાર ઑલરાઉન્ડર એલિસ પેરી ૨૧ સપ્ટેમ્બરે ભારત સામે શરૂ થનારી વન-ડે સિરીઝમાં મુખ્ય બોલર તરીકેની ભૂમિકા માટે ખૂબ આશાવાદી અને પ્રતિબદ્ધ છે. ઑસ્ટ્રેલિયન ટીમ મુખ્ય પેસ બોલરો મેગન શટ તથા ટૅલા વ્લેમિન્ક તેમ જ સ્પિનર જેસ જૉનસનની ગેરહાજરીમાં ટીમની મુખ્ય બોલર તરીકેની ભૂમિકા નિભાવવાની પેરી પર મોટી જવાબદારી છે. જોકે પેરી આને તક ગણે છે અને ભારતીય ટીમને ભારે પડવા મક્કમ છે.

 

ઑસ્ટ્રેલિયા ભારતના જુનિયર હૉકી વર્લ્ડ કપમાંથી નીકળી ગયું

પુરુષોનો જુનિયર હૉકી વર્લ્ડ કપ આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે, પરંતુ ઑસ્ટ્રેલિયાની ટીમે પોતાની સરકારના કોવિડ સંબંધિત પ્રવાસને લગતાં નિયંત્રણોને કારણરૂપ ગણાવીને આ વિશ્વકપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઑસ્ટ્રેલિયા તેમ જ ટોક્યો ઑલિમ્પિક્સનું સિલ્વર મેડલિસ્ટ ન્યુ ઝીલૅન્ડ આવતા મહિને શરૂ થનારી પ્રો લીગની ત્રીજી સીઝનમાં પણ ભાગ નહીં લે.

 

ચીનમાં રમતાં પહેલાં એની પાસે જ વૅક્સિન માગો : આઇઓસી

કોરોના વાઇરસની મહામારીના જન્મસ્થાન ચીનના પાટનગર બીજિંગમાં આગામી ૪ ફેબ્રુઆરીએ વિન્ટર ગેમ્સ શરૂ થશે અને એ પહેલાં જ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)એ ઑલિમ્પિક્સની ટીમને ચેતવી દીધી છે. આઇઓસીએ આ ટીમોને કહ્યું છે કે ‘તમારે ચીનને એની વધુ વૅક્સિન આપવા વિશે વિનંતી કરવી જોઈએ.’

ટોક્યો ઑલિમ્પિક્સ પહેલાં આઇઓસીએ ચીન પાસેથી વૅક્સિનના ડોઝ ખરીદ્યા હતા. ટોક્યો ઑલિમ્પિક્સમાં ૨૦૫ દેશોએ ભાગ લીધો હતો, જ્યારે બીજિંગ વિન્ટર ગેમ્સમાં ૧૦૦ દેશો ભાગ લેશે. ચીનમાં વૅક્સિનેશન માટે પ્રોત્સાહન અપાશે, પણ એ ફરજિયાત નહીં રહે.

18 September, 2021 01:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

મેસી અને નેમાર એકેય ગોલ ન કરી શક્યા : મૅચ ૦-૦થી ડ્રૉ

ફ્રેન્ચ ફુટબૉલમાં વેલેડ્રોમ સ્ટેડિયમ ખાતેની આ મૅચ પરંપરાગત રીતે સૌથી મોટી ગણાતી હતી અને એમાં સુપરસ્ટાર મેસી ગોલ કરવામાં નિષ્ફળ ગયો

26 October, 2021 04:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

પંકજ અડવાણી પહેલું વર્લ્ડ ટાઇટલ જીત્યો એ જ તારીખે વિશ્વસ્પર્ધા માટે ક્વૉલિફાય

ઑક્ટોબર ૨૦૦૩ની ફાઇનલમાં પાકિસ્તાની હરીફને હરાવેલો : આદિત્ય મહેતા પણ વિશ્વસ્પર્ધામાં રમશે

26 October, 2021 04:12 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

મૅસન માઉન્ટે નૉરિચ સિટીની ટીમને છેક સુધી હંફાવીને ત્રણ ગોલ કર્યા હતા

ચેલ્સી ૭-૦થી જીaત્યું : મૅન્ચેસ્ટર સિટીએ પણ સ્ટ્રાઇકર વગર મેળવ્યો વિજય

25 October, 2021 03:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK