રોનાલ્ડો ટીમનો ઓલ્ડેસ્ટ ગોલ-સ્કોરર બન્યો
પોર્ટુગલના પ્લેયર્સે ટ્રોફી સાથે કરી જીતની ઉજવણી.
ગઈ કાલે યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન (UEFA) નેશન્સ લીગની ફાઇનલમાં પોર્ટુગલની ટીમ સ્પેન સામે ૫-૩થી પેનલ્ટી શૂટઆઉટ જીતીને ચૅમ્પિયન બની હતી. આ પહેલાં પોર્ટુગલના સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૬૧મી મિનિટે ગોલ કરીને મૅચને ૨-૨થી ડ્રૉ કરી હતી.
ADVERTISEMENT
ટીમ ચૅમ્પિયન બની ત્યારે મેદાનમાં રડી પડ્યો હતો દુનિયાનો હાઇએસ્ટ ગોલ-સ્કોરર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો.
૪૦ વર્ષ ૧૨૩ દિવસની ઉંમરે રોનાલ્ડો પોર્ટુગલ માટે અને આ લીગની ફાઇનલમાં ગોલ કરનાર ઓલડેસ્ટ ફુટબૉલર બન્યો હતો. ૨૦૧૮થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં બે વાર ચૅમ્પિયન બનનાર પોર્ટુગલ પહેલી ટીમ બની છે, જ્યારે સ્પેન ત્રણ વાર ફાઇનલ મૅચ રમનાર પહેલી ટીમ બની છે.

