Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફુટબૉલ વર્લ્ડ કપમાં પહેલી વખત મોઢું ઢાંકીને હરીફ સાથે વાત કરવા બદલ મળ્યું રેડ કાર્ડ

ફુટબૉલ વર્લ્ડ કપમાં પહેલી વખત મોઢું ઢાંકીને હરીફ સાથે વાત કરવા બદલ મળ્યું રેડ કાર્ડ

Published : 21 June, 2026 03:00 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેક્સિકો બાદ યજમાન અમેરિકા પણ નૉકઆઉટ રાઉન્ડમાં, હૈતી અને ટર્કી સતત બે હાર સાથે રેસમાંથી આઉટ

મિગેલ અલ્મિરૉને આ રીતે મોઢું ઢાંકીને વાત કરી હતી.

મિગેલ અલ્મિરૉને આ રીતે મોઢું ઢાંકીને વાત કરી હતી.


ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપમાં રોમાંચક ઘટના જોવા મળી હતી. પૅરાગ્વે સામે ૦-૧થી હારીને ટર્કીની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ૧૯૫૪ અને ૨૦૦૨ બાદ ત્રીજી વખત વર્લ્ડ કપ રમનાર આ વખતે સતત બે મૅચ હારીને ટર્કી બહાર થયું છે. 
પૅરાગ્વેના મિડફીલ્ડર માટિયઝ ગલાર્ઝાએ ગ્રુપ Dની આ મૅચમાં આ વર્લ્ડ કપનો હમણાં સુધીનો ફાસ્ટેસ્ટ ૬૪ સેકન્ડનો ગોલ ફટકાર્યો હતો. તેણે મૅચની પહેલી કિક લાગી એની ૬૪મી સેકન્ડે જ ગોલ કરી દીધો હતો. 


પહેલા હાફના સ્ટૉપેજ ટાઇમમાં હરીફ પ્લેયર સાથે મોઢું ઢાંકીને વાત કરવા બદલ રેડ કાર્ડ મેળવનાર પૅરાગ્વેનો મિડફીલ્ડર મિગેલ અલ્મિરૉન પહેલો ખેલાડી બન્યો હતો. મૅચના અંતે બન્ને ટીમના સભ્યો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. 

અન્ય મૅચનાં રિઝલ્ટ શું આવ્યાં?

મોરોક્કોના ઇસ્માઇલ સાઇબારીએ મૅચની ૭૧મી સેકન્ડે ગોલ કરીને સ્કૉટલૅન્ડ સામે ૧-૦ની જીત સુનિશ્ચિત કરી હતી. બ્રાઝિલે ૩-૦થી હૈતી સામે જીત નોંધાવી હતી. ૧૯૭૪ની ટુર્નામેન્ટમાં ભાગ લીધા બાદ હૈતી બાવન વર્ષ બાદ વર્લ્ડ કપ રમી રહ્યું હતું. મેક્સિકો બાદ યજમાન અમેરિકા પણ રાઉન્ડર ઑફ 32માં પહોંચ્યું છે. ઑસ્ટ્રેલિયા સામે અમેરિકાએ ૨-૦થી જીત મેળવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 03:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK