એક ઇન્ટરવ્યુમાં આમિરે સ્પષ્ટતા કરી છે કે ‘હું માઇગ્રેનની સારવાર કરાવી રહ્યો છું એથી મને સ્ટેરૉઇડની જરૂર પડે છે
આમિર ખાન
છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં આમિર ખાનનું અચાનક વધી ગયેલું વજન ચર્ચાનું કારણ બન્યું છે. આ લુક માટે એવી ધારણા બાંધવામાં આવી રહી હતી કે આમિર તેની આગામી ફિલ્મમાં દાદાસાહેબ ફાળકેના લુક માટે વજન વધારી રહ્યો છે. જોકે હવે આમિરે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી છે કે તેણે માઇગ્રેનની સમસ્યાની સારવાર માટે સ્ટેરૉઇડ ટ્રીટમેન્ટ લીધી છે જેને કારણે તેનું વજન વધી ગયું છે.
એક ઇન્ટરવ્યુમાં આમિરે સ્પષ્ટતા કરી છે કે ‘હું માઇગ્રેનની સારવાર કરાવી રહ્યો છું એથી મને સ્ટેરૉઇડની જરૂર પડે છે. એને કારણે મારું વજન વધી ગયું છે. જોકે મેં ફરી શેપમાં આવવા માટે વર્કઆઉટ શરૂ કરી દીધું છે.’

