Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોલ્ડ એન્ડ બ્યુટીફુલ : સાડીમાં સુંદરીઓ : પાંચ લાખના લક્ઝરી ક્લચને હાથમાં લઈને કાનમાં મહાલી ઉર્વશી

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ : સાડીમાં સુંદરીઓ : પાંચ લાખના લક્ઝરી ક્લચને હાથમાં લઈને કાનમાં મહાલી ઉર્વશી

Published : 17 May, 2026 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અદિતિ રાવ હૈદરી અને હુમા કુરેશી પોતાના પરંપરાગત લુકથી ધ્યાન ખેંચવામાં સફળ સાબિત થઈ

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ : સાડીમાં સુંદરીઓ

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ : સાડીમાં સુંદરીઓ


આ વર્ષે તારા સુતરિયાએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે. તારાએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં તેણે ઑફ-વાઇટ બૉડી-ફિટેડ ગાઉન પહેર્યું હતું. ડ્રેસની ફ્લોઈ ડિઝાઇન અને લાંબી ડ્રેપ સ્લીવ્સ સમગ્ર લુકને ક્લાસી બનાવી રહી હતી. તારાએ પોતાના વાળને સ્લીક બન-સ્ટાઇલમાં બાંધ્યા હતા તેમ જ ડાયમંડ અને એમરલ્ડ જ્વેલરીએ તેના લુકને વધુ ભવ્ય બનાવ્યો હતો. તારા સિવાય સાઉથની ઍક્ટ્રેસ અને ફિલ્મમેકર પ્રિયદર્શનની દીકરી કલ્યાણી પ્રિયદર્શન પણ કાનમાં પહોંચી છે. કલ્યાણીએ પણ ઑફ-શોલ્ડર ગાઉન પહેરવાનું પસંદ કર્યું હતું અને તેણે પોતાનો લુક વાઇટ જ્વેલરી સાથે કમ્પલીટ કર્યો હતો.

ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે અદિતિ રાવ હૈદરી અને હુમા કુરેશી પણ પહોંચી છે. તેમણે આ ફેસ્ટિવલમાં ભારતીય પરંપરાગત સાડી પહેરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. અદિતિએ ફેસ્ટિવલમાં પહેરવા માટે શિઅર ઑર્ગેન્ઝા સાડી પસંદ કરી હતી. આ સાડી પર ગોલ્ડ સિક્વિન અને સ્ટાર એમ્બેલિશમેન્ટનું સુંદર કામ કરવામાં આવ્યું હતું. આ સાડી સાથે અદિતિએ હેવી ગોલ્ડ ચોકર પહેર્યો હતો, જે તેને રૉયલ લુક આપતો હતો. અદિતી સિવાય હુમાએ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેરવા માટે લૅવન્ડર રંગની બનારસી સાડીની પસંદગી કરી હતી. આ સાડી સાથે તેણે ગોલ્ડન કલરના બ્લાઉઝનું મૅચિંગ કર્યું હતું. આ સાડીવાળી તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને હુમાએ કૅપ્શન લખી હતી કે ‘બનારસના ઘાટથી લઈને કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી એવું વસ્ત્ર પહેરવામાં કંઈક ખૂબ જ ખાસ લાગે છે જેણે સદીઓની સફર કરી હોય. મને સૌથી વધુ એ વાત ગમે છે કે આ એકસાથે બે અલગ દુનિયાઓને સમાવે છે. એક તરફ પરંપરાગત બનારસી વણાટની જૂની યાદો છે અને બીજી તરફ આજના સમયને અનુરૂપ ડિઝાઇન અને મોટિફ્સ છે. એમાં એક શાંત અને અનોખું આકર્ષણ છે. કાનમાં જ્યાં દરેક તરફ સિનેમા અને વાર્તાની જ ચર્ચા છે ત્યાં એવું કંઈક પહેરવું જે પોતાની જાતે જ એક વાર્તા કહે છે. આ અનુભવ સપના જેવો લાગે છે.’


ઍક્ટ્રેસ ઉર્વીશી રૌતેલા શુક્રવારે કાન ફિલ્મ ફેસ્ટિવલના ચોથા દિવસે ‘ફાધરલૅન્ડ’નામની ફિલ્મના સ્ક્રીનિંગ વખતે ન્યુડ-પીચ કલરના અને મોતીઓથી જડેલા ગાઉનમાં જોવા મળી હતી. ઉર્વશીના આ લુકમાં તેના હાથમાં રહેલું ક્રાઉન ડાયના ક્રિસ્ટલ ક્લચ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એની કિંમત અંદાજે પાંચ લાખ રૂપિયા જેટલી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK