Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યશની ટૉક્સિકને ધુરંધરના દિગ્દર્શક આદિત્ય ધરનું સમર્થન

યશની ટૉક્સિકને ધુરંધરના દિગ્દર્શક આદિત્ય ધરનું સમર્થન

Published : 04 September, 2026 02:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશની ‘ટૉક્સિક’ ફિલ્મની દૈનિક કમાણીમાં ઘટાડો થતાં ડિરેક્ટર આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર તસવીર શૅર કરીને ફિલ્મ અને યશને સમર્થન આપ્યું હતું.

ટોક્સિક

ટોક્સિક


કન્નડા સુપરસ્ટાર યશની ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ની બૉક્સ-ઑફિસ પર શાનદાર શરૂઆત થઈ હતી, પણ ધીમે-ધીમે એની દૈનિક કમાણીમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સંજોગોમાં ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધરે હવે યશની આ ફિલ્મને પોતાનું સમર્થન આપ્યું છે. આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને યશનો ઉત્સાહ વધાર્યો છે. 
આદિત્યે આ ફિલ્મ વિશે કોઈ લાંબી પોસ્ટ લખી નથી પણ સોશ્યલ મીડિયામાં ‘ટૉક્સિક’માંથી યશની એક તસવીર પોસ્ટ કરીને ફિલ્મનું સમર્થન કર્યું હતું. આદિત્યે આ પોસ્ટમાં યશને ટૅગ કરીને માત્ર ‘યશ’ લખ્યું અને ફિલ્મની પ્રશંસા કરીને તાકાત દર્શાવતા ઇમોજી સાથે રેડ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યું હતું.
‘ટૉક્સિક’ અગાઉ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સાથે જ ૧૯ માર્ચે રિલીઝ થવાની હતી પણ છેલ્લી ઘડીએ ‘ટૉક્સિક’ની રિલીઝ-ડેટ આગળ ધપાવી દેવામાં આવી હતી. આ ફેરફારને કારણે બન્ને ફિલ્મોની ટક્કર ટળી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK