Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોરાદાબાદની યુનિવર્સિટીમાં વેલકમ ટુ ધ જંગલની ટીમની જબરદસ્ત મસ્તી

મોરાદાબાદની યુનિવર્સિટીમાં વેલકમ ટુ ધ જંગલની ટીમની જબરદસ્ત મસ્તી

Published : 24 June, 2026 02:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફંક્શનમાં અક્ષય કુમારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને ઉત્સાહને વધુ વધાર્યો હતો

આ કાર્યક્રમ કોઈ કૉન્સર્ટ જેવો લાગતો હતો

આ કાર્યક્રમ કોઈ કૉન્સર્ટ જેવો લાગતો હતો


અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂને રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મની ટીમ પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં ફિલ્મનાં કલાકારો અક્ષય કુમાર, દિશા પાટની, રાજપાલ યાદવ અને અક્ષરા સિંહ ફિલ્મના પ્રમોશન માટે મોરાદાબાદ સ્થિત તીર્થંકર મહાવીર યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યાં હતાં.

આ કાર્યક્રમ કોઈ કૉન્સર્ટ જેવો લાગતો હતો. યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે એકત્ર થયા હતા અને કલાકારોના આગમન સાથે જ સમગ્ર કૅમ્પસમાં તાળીઓ, ચિયર્સ અને સીટીઓના અવાજો ગુંજી ઊઠ્યા હતા.




ફંક્શનમાં અક્ષય કુમારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને ઉત્સાહને વધુ વધાર્યો હતો. તેણે ભોજપુરી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી અક્ષરા સિંહ સાથે ફિલ્મના લોકપ્રિય ગીત ‘ઘિસ ઘિસ ઘિસ’ પર ડાન્સ પણ કર્યો હતો. આ પછી રાજપાલ યાદવે પોતાના આગવા હાસ્યથી દર્શકોને ખડખડાટ હસાવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK