° °

આજનું ઇ-પેપર
Thursday, 02 December, 2021


ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘સૂર્યવંશી’

23 October, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં આ ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહના શો ‘ધ બિગ પિક્ચર’માં કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટીએ ભાગ લીધો હતો. જોકે અક્ષયકુમારના  ફૅન્સની ઇચ્છા છે કે તે પણ આ ફિલ્મને પ્રમોટ કરે.

ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘સૂર્યવંશી’

ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘સૂર્યવંશી’

વર્લ્ડ કપ ટી૨૦ની ભારત-પાકિસ્તાનની મૅચ દરમ્યાન ‘સૂર્યવંશી’ને પ્રમોટ કરવા અક્ષયકુમાર, કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટી પહોંચી જવાનાં છે. તાજેતરમાં આ ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહના શો ‘ધ બિગ પિક્ચર’માં કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટીએ ભાગ લીધો હતો. જોકે અક્ષયકુમારના  ફૅન્સની ઇચ્છા છે કે તે પણ આ ફિલ્મને પ્રમોટ કરે. હાલમાં અક્ષયકુમારે ઊટીમાં ‘રામસેતુ’નું શૂટિંગ પૂરું કર્યું છે. તે મુંબઈ આવીને તરત જ આ ફિલ્મના પ્રમોશનમાં સક્રિય બની જવાનો છે. ૨૪ ઑક્ટોબરે વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મૅચ દરમ્યાન એક ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટમાં અક્ષયકુમાર, કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટી ફિલ્મને પ્રમોટ કરશે. મૅચની શરૂઆત થાય એ પહેલાં જ આ ત્રણેય જણ લોકોને ભરપૂર મનોરંજન કરાવશે. આખો દેશ આ અગત્યની ક્રિકેટ મૅચ જોશે એથી ફિલ્મને પ્રમોટ કરવા માટે આનાથી સારું પ્લૅટફૉર્મ બીજું કોઈ ન હોઈ શકે. જોકે તેઓ ગ્રાઉન્ડ પર નહીં, સ્ટુડિયોમાં ફિલ્મને પ્રમોટ કરશે.

23 October, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વિક્કી-કેટના લગ્નની શરતોથી પરેશાન મહેમાન લગ્નમાં જશે? એગ્રીમેન્ટ સાઈન કરવાથી...

શાહી લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.હોટેલ બુકિંગથી લઈને આઉટફિટ સિલેક્શન સુધી બધું જ થઈ ગયું છે.

01 December, 2021 06:40 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સની દેઓલ અને અમીષા પટેલે ફિલ્મ`ગદર 2`નું શૂટિંગ કર્યુ શરૂ, જુઓ તસવીર

20 વર્ષ બાદ સાથે જોવા મળ્યા તારા સિંહ અને સકીના

01 December, 2021 05:43 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ગીતકાર સીતારામ શાસ્ત્રીનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિરીવેનેલા સીતારામ શાસ્ત્રીનું મંગળવારે સાંજે ફેફસાના કેન્સરને કારણે નિધન થયું હતું.

01 December, 2021 05:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK