‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી અને આ પછી ૧૨ જૂને OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર એનું સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું
ભારતીય દર્શકો ઉપરાંત પાકિસ્તાનમાં પણ અક્ષય કુમારની આ હૉરર-કૉમેડી ફિલ્મને ખૂબ જોવામાં આવી રહી છે
અક્ષય કુમારની હૉરર-કૉમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી અને આ પછી ૧૨ જૂને OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર એનું સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને થિયેટરોની સાથે OTT પર પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતીય દર્શકો ઉપરાંત પાકિસ્તાનમાં પણ અક્ષય કુમારની આ હૉરર-કૉમેડી ફિલ્મને ખૂબ જોવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં નેટફ્લિક્સની ટૉપ ૧૦ ટ્રેન્ડિંગ ફિલ્મોની યાદીમાં ‘ભૂત બંગલા’ હાલમાં નંબર વન પર છે. આ યાદીમાં બીજા નંબરે અભિનેત્રી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘માઁ બહન’ ટ્રેન્ડ કરી રહી છે. ત્રીજા નંબરે આલિયા ભટ્ટ અને વરુણ ધવનની ફિલ્મ ‘કલંક’ છે. ચોથા નંબરે હૉલીવુડ ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાય’ છે, જ્યારે ટૉપ ૧૦ની યાદીમાં પાંચમા નંબરે રણવીર સિંહની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ છે.
