અમિતાભે પોતાના બ્લૉગમાં પારિવારિક સંબંધ, પરિવાર અને સપોર્ટની લાગણીને વ્યક્ત કરી છે
ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં દીકરા અભિષેક બચ્ચનનાં બહુ વખાણ કર્યાં છે અને તેને પોતાના જીવનનો એક વિચારશીલ સાથી ગણાવ્યો છે. અમિતાભે પોતાના બ્લૉગમાં પારિવારિક સંબંધ, પરિવાર અને સપોર્ટની લાગણીને વ્યક્ત કરી છે.
અમિતાભે પોતાના બ્લૉગમાં દીકરા સાથેના સંબંધ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘એક વખત મને બધાથી કપાઈ ગયા હોવાનો તેમ જ બેચેની થતી હોવાનો અહેસાસ થયો હતો, એ જ સમયે મારા દીકરાએ કહ્યા વગર મારા રૂમમાં આવીને મારા મનની બધી નકારાત્મક ભાવનાઓ અને ચિંતાને હવામાં ઉડાડી દીધી. એ સમયે અભિષેકની હાજરી તાજા શ્વાસ જેવી હતી. એ ક્ષણ મારા માટે ખૂબ જ ભાવનાત્મક અને શાંતિપૂર્ણ હતી. અભિષેક માત્ર એક પુત્ર જ નહીં, પરંતુ એક વિચારશીલ સાથી અને મિત્રથી વિશેષ છે.’
