સેલિના જેટલીનો પતિ પર ન્યુડ ફોટોગ્રાફ્સ પાડીને બ્લૅકમેઇલ કરવાનો અને પરપુરુષો સાથે જાતીય સંબંધ બાંધવાનું દબાણ કરવાનો આરોપ
સેલિના જેટલી પરિવાર સાથે
ઍક્ટ્રેસ સેલિના જેટલીએ પોતાના ઑસ્ટ્રિયન પતિ પીટર હાગ સામે ઘરેલુ હિંસા, ક્રૂરતા, માનસિક શોષણ, સેક્સ્યુઅલ અબ્યુઝ અને બ્લૅકમેઇલિંગ જેવા ગંભીર આરોપ મૂકીને કોર્ટમાં અપીલ કરી છે. એ સાથે તેણે પતિ પર અનનૅચરલ જાતીય સંબંધ બાંધવા માટે મજબૂર કરવાનો, તેના ન્યુડ ફોટોગ્રાફ્સ પાડીને બ્લૅકમેઇલ કરવાનો અને અન્ય પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવાનું દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર સેલિનાએ તેના પતિ પાસેથી વળતરરૂપે ૫૦ કરોડ રૂપિયા, મહિને ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ તેમ જ ત્રણેય સંતાનોના કસ્ટડી-રાઇટ્સની માગણી કરી છે.
લગ્ન સમયે લાખો રૂપિયાની ગિફ્ટની કરી હતી માગણી
ADVERTISEMENT
સેલિનાએ આરોપ મૂક્યો છે કે લગ્ન સમયે પીટરે મોંઘી ગિફ્ટની માગણી કરી હતી જેમાં અંદાજે ૬ લાખ રૂપિયાના ડિઝાઇનર કફલિંક્સ અને ૧૦ લાખ રૂપિયાની જ્વેલરીનો સમાવેશ છે. સેલિનાએ હનીમૂન દરમ્યાનનો પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે ‘એ સમયે મેં જ્યારે મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ્સને કારણે તબીબી મદદ માગી ત્યારે પીટરે ગુસ્સે થઈને વાઇનનો ગ્લાસ દીવાલ પર અફાળીને ફોડી નાખ્યો હતો. સેલિનાએ એક અન્ય અનુભવ શૅર કરતાં જણાવ્યું હતું કે બાળકોના જન્મ પછી મને જ્યારે ટાંકાની પીડા થઈ રહી હતી ત્યારે મેં જ્યારે પીટરને મદદ કરવા માટે રજા લેવાનું કહ્યું ત્યારે તેણે મને ઘરની બહાર ધકેલી દીધી હતી, પણ એ સમયે મને પાડોશીઓએ મદદ કરી હતી.
સિનિયર્સ સાથે શારીરિક સંબંધ રાખવા કર્યું હતું દબાણ
સેલિના જેટલીએ ફરિયાદમાં કહ્યું હતું કે ‘૨૦૧૨ની દિલ્હીની ગૅન્ગરેપની ઘટના બાદ પીટરે ઝઘડા દરમ્યાન મને ધમકી આપી હતી કે હું તારા પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડી દઈશ. એ સાંભળીને હું બહુ ગભરાઈ ગઈ હતી. ૨૦૧૪-’૧૫ દરમ્યાન પીટરે મને તેના સિનિયર્સ સાથે શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. તે મને કહેતો કે આનાથી મારો ગ્રોથ થશે. એ સિવાય તે મને સ્ટડીરૂમમાં બોલાવીને જબરદસ્તી અનનૅચરલ જાતીય સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. પીટરે મારા ન્યુડ ફોટોગ્રાફ્સ લઈને મને બ્લૅકમેઇલ કરી હતી અને બાળકોની સામે મને અપમાનજનક શબ્દો સંભળાવીને મારું ભાવનાત્મક શોષણ કર્યું હતું.’


