Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: સંજય દત્તની ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે લખનઉમાં ખાસ મુલાકાત

Entertainment Updates: સંજય દત્તની ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે લખનઉમાં ખાસ મુલાકાત

Published : 24 February, 2026 10:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates: હૃતિક ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે ઊપડ્યો સૈરસપાટા માટે; રણદીપ હૂડાએ કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં કર્યાં દર્શન અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ


હાલ સંજય દત્તે BJPના વિધાનસભ્ય રાજેશ્વર સિંહના પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાના અભિયાનને સમર્થન આપવા માટે લખનઉની મુલાકાત લીધી હતી અને રવિવારે રોડ-શો કરીને આ પહેલનું સત્તાવાર લૉન્ચિંગ કર્યું હતું. આ સમયે તેણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે પણ ખાસ મુલાકાત કરી હતી. ગઈ કાલે સંજય દત્તે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં યોગી આદિત્યનાથ સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે લખનઉમાં માનનીય મુખ્ય પ્રધાન સાથે મળવાનું આનંદદાયક રહ્યું અને તેમના આશીર્વાદ તથા સકારાત્મક ચર્ચા માટે હું આભારી છું.

હૃતિક ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે ઊપડ્યો સૈરસપાટા માટે




હાલમાં હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ સમયે બન્નેનો લુક એકદમ કૂલ અને ક્લાસી હતો અને તેઓ એકબીજા સાથે વાત કરવામાં વ્યસ્ત હતાં. ઍરપોર્ટ પર બન્નેએ સતત એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો અને ફોટોગ્રાફર્સ સામે સ્માઇલ પણ કર્યું હતું. હૃતિક અને સબાનો આ અંદાજ જોઈને લાગતું હતું કે બન્નેએ એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવાનું પ્લાનિંગ કર્યું છે.

રણદીપ હૂડાએ કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં કર્યાં દર્શન


રણદીપ હૂડા હાલમાં મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણ ગાવકરના જીવનપ્રવાસ પરથી આધારિત પોતાની આગામી ફિલ્મ ‘ઈથા’ની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મના શૂટિંગ માટે તે કોલ્હાપુરમાં હતો ત્યારે તેણે મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લીધા. આ મંદિરને શ્રી કરવીર નિવાસિની અંબાબાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભારતનાં સૌથી પ્રાચીન અને મહત્ત્વનાં શક્તિપીઠોમાંનું એક છે. રણદીપે મંદિરમાં પૂજા-અર્ચના કરી અને શાંતિપૂર્વક સમય વિતાવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK