ઍક્ટર અને રાજકારણી બન્ને ફીલ્ડમાં પોતાની હાજરી નોંધાવી ચૂકેલા ગોવિંદાએ હાલમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી. ગોવિંદાની આ આધ્યાત્મિક મુલાકાતના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.
ગોવિંદાનો વાયરલ ફોટો
ઍક્ટર અને રાજકારણી બન્ને ફીલ્ડમાં પોતાની હાજરી નોંધાવી ચૂકેલા ગોવિંદાએ હાલમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી. ગોવિંદાની આ આધ્યાત્મિક મુલાકાતના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે આવ્યું છે અને ભગવાન શિવનાં ૧૨માંના ૧ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરનું આધ્યાત્મિક મહત્ત્વ ઘણું છે.
ગોવિંદાએ મંદિરમાં પૂજા કરી હતી અને એ પછી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. ગોવિંદાએ બીજા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત પણ કરી હતી. આ મુલાકાત વખતે ગોવિંદાએ પીળો કુરતો અને સફેદ પાયજામો પહેર્યા હતા અને માથા પર તિલક લગાવ્યું હતું.

