હર્ષવર્ધનને લાંબા સમયથી અહીં પ્રૉપર્ટી ખરીદવાની ઇચ્છા હતી જે હવે પૂરી થઈ છે
હર્ષવર્ધન રાણે
હર્ષવર્ધન રાણેની લેટેસ્ટ ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ને બૉક્સ-ઑફિસ પર સારી સફળતા મળી છે એને કારણે તેની કરીઅરને વેગ મળ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ સફળતાના પગલે હર્ષવર્ધને મઢ આઇલૅન્ડમાં બે વૈભવી અપાર્ટમેન્ટ ખરીદ્યા છે. હર્ષવર્ધનને લાંબા સમયથી અહીં પ્રૉપર્ટી ખરીદવાની ઇચ્છા હતી જે હવે પૂરી થઈ છે.
હર્ષવર્ધને સોશ્યલ મીડિયામાં એક તસવીર શૅર કરી છે જેમાં તે રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક પ્રક્રિયા કરતો જોવા મળે છે. આ તસવીર સાથે તેણે લખ્યું છે, ‘મુંબઈમાં આ બાયોમેટ્રિક કાઉન્ટર સુધી પહોંચવામાં મને ૧૦ વર્ષ લાગ્યાં. આ શહેર દયાળુ છે.’


