Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દર મિનિટે ધરમજીની યાદ આવે છે મને

દર મિનિટે ધરમજીની યાદ આવે છે મને

Published : 25 February, 2026 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હેમા માલિનીએ BAFTA સમારોહમાં ધર્મેન્દ્રને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ વિશે ગર્વની લાગણી વ્યક્ત કરી

ધર્મેન્દ્ર અને હેમા માલિની

ધર્મેન્દ્ર અને હેમા માલિની


૭૯મા બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્‍સ (BAFTA)ના અવૉર્ડ સમારોહમાં હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધર્મેન્દ્રનું ગયા વર્ષે નવેમ્બરમાં નિધન થયું હતું. હવે BAFTA સમારોહમાં આપવામાં આવેલી આ શ્રદ્ધાંજલિ વિશે ધર્મેન્દ્રનાં પત્ની અને ઍક્ટ્રેસ હેમા માલિનીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે ‘આટલા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર તેમને યાદ કરવા એ ગૌરવની વાત છે, કારણ કે ધર્મેન્દ્ર એવા કલાકાર હતા જેમના ચાહકો વિશ્વના દરેક ખૂણે હતા.’

BAFTA અવૉર્ડ્‍સમાં ધર્મેન્દ્રને મળેલા સન્માન વિશે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘ધર્મેન્દ્ર એવી વ્યક્તિ હતી જેની હાજરી સરહદોથી પર હતી. વિશ્વના દરેક ભાગમાં તેમના ચાહકો હતા. વિદેશોમાં પણ લોકો તેમને ઘેરી લેતા હતા. શૂટિંગ સિવાય અમને સાથે પ્રવાસ કરવાનો વધુ મોકો મળતો નહોતો. જ્યારે પણ સાથે સમય પસાર કરવાની તક મળતી ત્યારે અમે સાથે ફિલ્મો સાઇન કરતાં જેથી વધુ સમય સાથે રહી શકીએ.’



વાતચીત દરમ્યાન હેમા માલિનીએ ભાવુક થઈને કહ્યું હતું કે ધર્મેન્દ્રના નિધન બાદ દરેક ક્ષણે તેમને ધર્મેન્દ્રની યાદ આવે છે. હેમાએ લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને દર મિનિટે ધરમજીની યાદ આવે છે. હું વારંવાર પોતાને પૂછું છું કે શું તેઓ ખરેખર ચાલ્યા ગયા? હું તેમને ફરી ક્યારે મળીશ?’


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK